જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ થઈ છે. શોપિયાં વિસ્તારમાં સુરક્ષાબળોએ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. મળતી માહિતી મુજબ શોપિયાંના મુંઝ માર્ગ વિસ્તારમાં આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં 3 આતંકવાદીઓના મોત થયા છે. અથડામણ થતાં સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી છે.
અથડામણમાં 3 આતંકવાદીના મોત
આતંકવાદીઓ અને સુરક્ષાબળોની વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં અનેક વખત અથડામણ થતી હોય છે. અથડામણમાં કોઈ વખત આતંકવાદી માર્યો જાય છે, કોઈ વખત સ્થાનિકના મૃત્યુ થાય છે તો ક્યારેક દેશની રક્ષા કરતા જવાનો શહિદ થાય છે. ત્યારે આજે ફરી એક વખત જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકી અને સુરક્ષાબળ વચ્ચે અથડામણ થઈ હતી. મળતી માહિતી અનુસાર 3 આતંકવાદીઓ આ ઘટનામાં માર્યા ગયા છે. મરેલા આંતકવાદીઓમાંથી બેની ઓળખ થઈ ગઈ છે. મૃત્યુ પામેલામાંથી એક આતંકવાદી કાશ્મીરી પંડિતની હત્યામાં સામેલ હતો.
સમગ્ર વિસ્તારની વધારાઈ સુરક્ષા
મળતી માહિતી અનુસાર સુરક્ષાબળોને આતંકી છૂપાયેલા હોવાની જાણકારી મળી હતી. જેને લઈ સુરક્ષાબળોએ શોપિયાના મુંઝ માર્ગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ ઓપરેશનમાં 3 આતંકીઓને ઠાર કર્યા. થોડા દિવસો પહેલા પણ આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટનાને કારણે શોપિયામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.