ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષાની પદ્ધતિમાં કર્યો આમુલ ફેરફાર, જાણો GSSSBના નિર્ણયની શું થશે અસર


  • Published By :
  • Published Date : 2023-11-29 15:25:21

રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ગુજરાત સરકારની ત્રીજા વર્ગની વિવિધ ખાલી પડેલી જગ્યાઓમાં માટે પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે. ગુજરાતના હજારો યુવાનો આ પરીક્ષા આપી સરકારી નોકરી મેળવવા તલપાપડ હોય છે. જો કે હવે આ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા તેની પરીક્ષા પધ્ધતીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)એ આ અંગે મોટો નિર્ણય લેતા સંપુર્ણ પરીક્ષા પેપરલેસ બનાવવાની પહેલ કરી છે. હવે ઉમેદવારોએ પરીક્ષા લેખિતના બદલે કોમ્પ્યુટર દ્વાર આપવી પડશે.


15 હજાર ઉમેદવારો પરીક્ષા આપી શકે તેવી સુવિધા


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)ના ઉમેદવારોએ હવે કોમ્પ્યુટર પર જ ઉમેદવારને પરીક્ષા આપવાની રહેશે.ગૌણ સેવા પસંદગી મંડળે પરીક્ષા માટેની એજન્સી પણ  નક્કી કરી છે. TCS TCS (Tata Consultancy Services) કંપનીને પરીક્ષા માટેની જવાબદારી સોપવામાં આવશે. એક સાથે 15 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. ઓનલાઈન પદ્ધતિથી સૌથી પહેલા બીટગાર્ડની પરીક્ષા લેવામાં આવેશે. બીટગાર્ડની પરીક્ષા એક સપ્તાહથી વધુ સમય સુધી ચાલશે. સાડા ચાર લાખ ઉમેદવારો બીટગાર્ડની પરીક્ષા ઓનલાઈન આપશે. આ સાથે જો એક પરીક્ષામાં ઉમેદવારોની સંખ્યા વધુ હશે તો તેમની પરીક્ષા એક જ દિવસમાં પૂર્ણ નહીં થાય. એટલે કે લાખો ઉમેદવારોએ ફોર્મ ભર્યા હશે તો પરીક્ષા એક કરતા વધુ દિવસ પણ યોજાઈ શકે છે. આ સિવાય પ્રાથમિક માહિતીમાં દિવસના ત્રણ પેપર કાઢવામાં આવશે તેવી વિગતો પણ મળી રહી છે. ટેક્નોલોજીની સાથે ચાલવા અને કાગળનો ઉપયોગ ઘટાડવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમ થવાથી પરીક્ષાની પ્રક્રિયા વધુ સરળ પણ બની શકે છે. જોકે, આ નવી પદ્ધતિથી પરીક્ષાના આયોજનનો મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તેને લગતી વધુ માહિતી આગામી ટૂંક સમયમાં આપવામાં આવી શકે છે.


શું પેપરકાંડથી છુટકારો મળશે?


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા લેવાતી પરીક્ષાઓમાં છેલ્લાં કેટલાં સમયથી છબરડા, તેમજ પેપર ફૂટવાની એક પછી એક ઘટનાઓ કે પછી એમ કહો કે છાશવારે થતાં પેપરકાંડને રોકવા સરકારે હવે કડક પગલાં લીધો છે.  અંતે આ મામલે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરિક્ષા પદ્ધતિમાં મોટો ફેકફાર કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનિય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થતી ભરતીઓ, ખાતાકીય પરીક્ષાઓ અને રાજ્યના વિવિધ ખાતાઓમાં થતી ભરતી અંગેની પરીક્ષાઓનું આયોજન ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા કરવામાં આવતું હોય છે, આ પરીક્ષાઓ લાખોની સંખ્યામાં ઉમેદવારો દ્વારા આપવામાં આવતી હોય છે ત્યારે હવે મંડળ દ્વારા જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેનું આયોજન કઈ રીતે થાય છે તે પરીક્ષા લેવાશે ત્યારે જ જાણવા મળશે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.