ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા વહીવટી કારણોસર મોકૂફ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવાાં આવશે. આ માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગીના સચિવ હસમુખ પટેલ દ્વારા આપવામાં આવી છે... લોકસભા ચૂંટણીને કારણે આ પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે તેવું લાગી રહ્યું છે.
આ તારીખોએ થનારી પરીક્ષા રખાઈ સ્થગિત
જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે... ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી આ પરીક્ષા લોકસભા ચૂંટણીને કારણે મોકૂફ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.. ત્યારે વહીવટી કારણોસર આ તારીખે આવતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે આ પરીક્ષાનું આયોજન 20-21-27-28 એપ્રિલ અને 4-5 મેના રોજ આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ હવે આ તારીખો પર પરીક્ષા નહીં લેવાય.
ટૂંક સમયમાં પરીક્ષાની નવી તારીખ થશે જાહેર
20-21-27-28 એપ્રિલ અને 4-5 મેના રોજ તો પરીક્ષાનું આયોજન કરાયું હતું સાથે સાથે 8 તેમજ 9 તારીખે પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 અને 9 તારીખે રખાયેલી પરીક્ષાના આયોજનમાં ફેરફાર નથી કરાયો. 8 અને 9 મેના રોજ યોજાનારી પરીક્ષા યથાવત રહેશે બાકીની પરીક્ષા માટે નવી તારીખો ટૂંક સમયમાં જાહેર થશે.