ઓક્ટોબર માસમાં જીએસટી કલેક્શન 1.52 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. આ કલેક્શન અત્યાર સુધીનું બીજુ સૌથી મોટું કલેક્શન છે. દિવાળીના તહેવારોના સમયમાં રૂપિયાની લેવડ-દેવડ વધતા જીએસટી કલેક્શનમાં પણ વધારો નોંધાયો છે.
અત્યાર સુધીનું બીજુ સૌથી વધુ જીએસટી કલેક્શન
ગયા વર્ષે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન 1.30 લાખ કરોડ રૂપિયા હતું. આમ ગયા વર્ષના ઓક્ટોબરની સરખામણીમાં ચાલુ વર્ષના ઓક્ટોબરનું જીએસટી કલેક્શન 16 ટકા વધ્યું છે. એપ્રીલમાં જીએસટી કલેક્શન અત્યાર સુધીનું સૌથી વધુ 1.68 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું. આ કલેક્શનમાં સીજીએસટી 26 હજાર 39 કરોડ રૂપિયા હતું, એસજીએસટી 33 હજાર 396 કરોડ રૂપિયા હતુ. જ્યારે ઈન્ટીગ્રેટેડ જીએસટી કલેક્શન 81 હજાર 778 કરોડ રૂપિયા થયું છે.