Adani મામલે SEBIએ પાઠવી Hindenburg Researchને નોટિસ, તો જવાબમાં Hindenburgએ કર્યો નવો ધડાકો! જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-02 16:17:57

અદાણીનું નામ આપણે સાંભળીએ ત્યારે અમેરિકન શોર્ટ સેલર ફર્મ Hindenburgનો રિપોર્ટ આપણને યાદ આવે.. જ્યારે તે રિપોર્ટ આવ્યો હતો તે બાદ સંસદમાં પણ આ મુદ્દો ઘણો ઉછળ્યો હતો.. ભારે વિવાદ પણ થયો હતો. Hindenburg દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે અદાણી ગ્રૂપના શેર્સમાં ગેરરીતિ કરવામાં આવે છે.. તે બાદ માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા hindenburgને શો કેઝ નોટિસ પાઠવવામાં આવી હતી. 

46 પાનાની હિંડનબર્ગને આપવામાં આવી સેબી દ્વારા નોટિસ

Hindenburgને પાઠવવામાં આવેલી શો કેઝ નોટિસને કહ્યું છે કે 27 જૂને તેમને સેબીએ શો કેઝ નોટિસ મોકલી. જેમાં અદાણી ગ્રુપ પર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારનો આરોપ ખોટો છે અને ભ્રામક છે તેવું કહેવામાં આવ્યું.. સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે હિંડનબર્ગનો રિપોર્ટે ભારતીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. 46 પાનાની નોટીસ સેબીએ મોકલી હતી.. સેબીની નોટિસના જવાબમાં હિંડનબર્ગે સેબી પર આરોપ લગાવ્યો છે. હિંડનબર્ગ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તે અડાણી ગ્રુપને બચાવવાની કોશિશ કરે છે.



નોટિસના જવાબમાં હિંડનબર્ગે આ બેન્કના નામનો કર્યો ઉલ્લેખ!

હિંડનબર્ગ દ્વારા આપવામાં આવેલા જવાબમાં દેશની એક ટોચની ખાનગી બેન્કની સંડોવણી હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો. જે બેન્કની સંડોવણી હોવાની વાત કરવામાં આવી તે છે કોટક બેંક. હિંડનબર્ગ દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો છે કે ભારતની માર્કેટ રેગ્યુલેટર આ કેસની તપાસમાં કોટક બેન્કનું નામ શોધવામાં કેમ નિષ્ફળ રહી.. કોટક બેન્કનું નામ સામે આવતા કોટક બેંક દ્વારા આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી હોય તેવી માહિતી હાલ સામે આવી નથી. મહત્વનું છે કે 2023માં હિંડનબર્ગ દ્વારા અડાણીને લઈ રિપોર્ટ આપવામાં આવ્યો હતો.   



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

ચાંદલો કરવાથી આજ્ઞા ચક્ર એકટિવ થાય છે ઉપરાંત એકાગ્રતા પણ વધે છે. અલગ અલગ દ્રવ્યોથી ચાંદલો કરવાથી અલગ અલગ ફળની પ્રાપ્તિ થાય છે અને ચોખાનું પણ વિશેષ મહત્વ રહેલું છે.