કચ્છના માંડવીના દરિયામાં 4 લોકો જ્યારે માલણ નદીમાં 4 યુવાનો ડૂબતા અરેરાટી, બચાવ કામગીરી ચાલુ


  • Published By :
  • Published Date : 2023-08-28 16:36:14

કચ્છના માંડવીમાં ગોઝારી ઘટના બની હતી, માંડવીના સમુદ્રમાં ન્હાવા ગયા હતા તે દરમિયાન ત્રણ કિશોર સહિત ચાર લોકો ડૂબતા હાહાકાર મચી ગયો છે. આ કરૂણ ઘટનામાં બે કિશોરના મોત થયા છે અને એકને ડુબતો બચાવી લેવામાં આવ્યો છે. જો કે એક યુવક હજુ પણ લાપતા બનતા તેની શોધખોળ ચાલી રહી છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો દરિયા કિનારે  એકઠા થઈ ગયા હતા.


માલણ નદીમાં 4 યુવાનો ડૂબ્યા


આવી જ એક અન્ય ઘટના મહુવા તાલુકામાં બની હતી. મહુવા તાલુકાની માલણ નદીમાં નહાવા માટે પડેલા ચાર યુવાનો ડૂબ્યા છે. મળતી જાણકારી મુજબ રૂપાવટી ગામના 4 ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા છે જેમાંથી 3 સગા ભાઈઓ છે. મહુવાના નાના જાદરા લખુપરા વચ્ચે આવેલ નદીમાં ન્હાવા પડેલા 4 લોકો પાણીમાં ડૂબતા અરેરાટી મચી ગઈ છે. આ 4 લોકો ગામમાં મકાનના બાધકામ માટે આવ્યા હતા એ દરમિયાન માલણ નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા હતા. હાલ બે લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ડૂબેલા તમામ લોકો મહુવાનાં રૂપાવટી ગામના છે. હાલ તરવૈયાઓ દ્વારા અન્ય બે યુવાનોની શોધખોળ કરવામાં આવી રહી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?