કેન્દ્ર સરકારે બીબીસી દ્વારા બનાવામાં આવેલી ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ લગાવી દીધો છે. પરંતુ અનેક જગ્યાઓ પર આ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા જેએનયુમાં આ ફિલ્મને લઈને હોબાળો થયો હતો. ત્યારે હૈદરાબાદ યુનિવર્સિટીમાં ગુરૂવાર રાત્રે સ્ટૂડેંન્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ ડોક્યુમેન્ટરીની સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના વિરોધમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની છાત્ર શાખા એબીવીપીએ યુનિવર્સીટી કેમ્પસમાં ધ કાશ્મીર ફાઈલ્સ ચલાવી દીધી. તે ઉપરાંત ગણતંત્ર દિવસે કેરળ કોંગ્રેસે આ ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કર્યું હતું.
હૈદરાબાદ યુનિવર્સિટીમાં થયું બીબીસીની ફિલ્મનું સ્ક્રીનિંગ
ગુજરાતના ગોધરા કાંડ પર આધારીત બીબીસીની ડોક્યુમેન્ટરી ફિલ્મ ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચનને લઈ વિવાદ છેડાઈ ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા આના પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ અનેક સ્થળો પર આ ડોક્યુમેન્ટરીનું સ્કીનિંગ થઈ રહ્યું છે. મુખ્યત્વે યુનિવર્સિટી કેમ્પસમાં ફિલ્મનું સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. થોડા સમય પહેલા જેએનયુમાં આ ફિલ્મ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા હતા તો હવે આવો જ કિસ્સો હૈદરાબાદ યુનિવર્સિટીમાં બન્યો છે જ્યાં ડોક્યૂમેન્ટરીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.
એબીવીપીના કાર્યકર્તાઓએ કેમ્પસમાં બતાવ્યું ધ કાશ્મીર ફિલ્મ
એસએફઆઈએ સ્ક્રીનિંગને લઈને અમુક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. કેપ્શનમાં લખ્યું હતું કે એબીવીપીના કાર્યકર્તાઓએ હંગામો કરવાની કોશિશ કરી પરંતુ અમે તેમને સફળ ન થવા દીધી. તો બીજી તરફ એબીવીપીના કાર્યકર્તાઓએ યુનિવર્સિટી કેમ્પસમાં ધ કાશ્મીર ફાઈલ્સ બતાવવાનો પ્રત્યન કર્યો. એબીવીપીના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો કે પ્રશાસને ડોક્યુમેન્ટરી બતાવવાની અનુમતિ આપી છે. ઉપરાંત તેમણે પ્રશાસન પર આરોપ લગાવ્યો કે તેમણે ઘ કાશ્મીર ફાઈલ્સ બતાવાની ના પાડી.