પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો 4-5 મે દરમિયાન ભારતની મુલાકાતે આવશે. તે ગોવામાં યોજાનારી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ગુરૂવારે આ અંગે જાણકારી આપી છે. અત્રે ઉલ્લેખનિય છે કે બિલાવલની સાથે અધિકારીઓનું એક ડેલિગેશન પણ ભારતના પ્રવાસે આવશે.
Foreign Minister Bilawal Bhutto Zardari to attend Shanghai Cooperation Organisation meeting in India in May: Pakistan Foreign Office
— Press Trust of India (@PTI_News) April 20, 2023
PM મોદી પર કર્યું હતું વિવાદાસ્પદ નિવેદન
Foreign Minister Bilawal Bhutto Zardari to attend Shanghai Cooperation Organisation meeting in India in May: Pakistan Foreign Office
— Press Trust of India (@PTI_News) April 20, 2023પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ પીએમ મોદી અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા હડકંપ મચી ગયો હતો. બિલાવલ ભુટ્ટોએ સંયુક્ત રાષ્ટ્રમાં આયોજીત એક પત્રકાર પરિષદમાં પીએમ મોદીને ગુજરાતના કસાઈ કહ્યા હતા, તેમણે કહ્યું હતું કે વર્ષ 2002માં થયેલા ગુજરાત રમખાણો દરમિયાન બે હજારથી પણ વધુ મુસલમાનોનો નરસંહાર કરવામાં આવ્યો હતો. મોદીને સજા આપવાના બદલે, તેમને પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા છે.
ભારતમાં યોજાશે SCOની બેઠક
અત્રે ઉલ્લેખનિય છે કે શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) એક શક્તિશાળી રિઝનલ ફોરમ છે. આ બેઠકમાં રશિયા, ચીન, ભારત, પાકિસ્તાન અને ઈરાનની સાથે જ મધ્ય એશિયાના દેશોનો સમાવેશ થાય છે. SCOનું અધ્યક્ષ પદ હાલ ભારત પાસે છે, અને ભારતની અધ્યક્ષતામાં આ જ વર્ષે SCOની મિટિંગો યોજાશે. આ બેઠકમાં સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ ભાગ લેશે.