ગોવાના પણજીમાં શુક્રવારે SCO કાઉન્સિલ ઓફ ફોરેન મિનિસ્ટર્સની બેઠક શરૂ થઈ છે. બેઠક પહેલા, ભારતીય વિદેશ મંત્રી ડૉ. જયશંકરે SCO સભ્ય દેશોના વિદેશ મંત્રીઓનું સ્વાગત કર્યું હતું. આ બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી પણ ભારત પહોંચી ગયા છે. શુક્રવારે વિદેશ મંત્રીઓની બેઠક પહેલા ભારતીય વિદેશ મંત્રીએ પાકિસ્તાની વિદેશ મંત્રીનું સ્વાગત કર્યુ હતું.
#WATCH | I am pleased to note that the discussion on issues of reform and modernization of SCO has already commenced... I also seek the support of member states for the long-standing demand of India to make English as the 3rd official language of SCO, to enable a deeper… pic.twitter.com/vgSSKYzdhJ
— ANI (@ANI) May 5, 2023
ભારતે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો
#WATCH | I am pleased to note that the discussion on issues of reform and modernization of SCO has already commenced... I also seek the support of member states for the long-standing demand of India to make English as the 3rd official language of SCO, to enable a deeper… pic.twitter.com/vgSSKYzdhJ
— ANI (@ANI) May 5, 2023SCOની બેઠક દરમિયાન પોતાના સંબોધનમાં ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને પરોક્ષ રીતે પાકિસ્તાનને નિશાન બનાવ્યું હતું. જયશંકરે કહ્યું કે આતંકવાદનો કહેર હજુ પણ યથાવત છે. અમે દૃઢપણે માનીએ છીએ કે આતંકવાદને કોઈ પણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં અને તેને રોકવો જ જોઈએ. આમાં સીમાપારનો આતંકવાદ અને અન્ય તમામ પ્રકારના આતંકવાદનો સમાવેશ થાય છે. SCO બેઠકનો મૂળ હેતું આતંકવાદનો સામનો કરવાનો છે.