દેશના અનેક રાજ્યોમાં હાડકા થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. રાજધાની દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત ઉત્તરભારતમાં ઠંડીનો પારો સતત વધી રહ્યો છે. ઉપરાંત પહાડી વિસ્તારોમાં પણ તાપમાન ઘટી રહ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં ઠંડી વધી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
શાળાઓમાં જાહેર કરાયું શીતકાલીન વેકેશન
ઉત્તરભારતના અનેક રાજ્યોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. ઠંડી વધવાને કારણે અનેક રાજ્યોમાં સ્કુલમાં વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. શીતલહેરને કારણે દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણામાં ઠંડી વધી રહી છે. ઠંડીને કારણે શાળામાં Winter Vaccation જાહેર કરવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશ, દિલ્હીમાં શાળાઓ રહેશે બંધ
મધ્યપ્રદેશમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનનો પારો ગગડતા શાળાઓમાં રજા આપવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 7 જાન્યુઆરી સુધી ધોરણ 5 સુધીના બાળકો માટે વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં પણ ઠંડી વધવાને કારણે શાળોએ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 15 જાન્યુઆરી સુધી તમામ સરકારી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
પંજાબ સરકારે પણ શાળા બંધ રાખવાનો લીઘો નિર્ણય
ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં પણ વધતી ઠંડીને કારણે સ્કુલ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. લખનઉમાં 7 જાન્યુઆરી સુધી તમામ સ્કુલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પંજાબ સરકારે પણ શીતકાલીન વેકેશન આપવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાનમાં પણ ઠંડીને કારણે વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. હરિયાણા સરકારે પણ શાળોઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત બિહાર સરકાર દ્વારા પણ આવો જ નિર્ણય લેવામાં આવ્યો છે.