LCમાં ભૂલ હોય તો સુધારવાની ફરજ સ્કૂલની:ગુજરાત હાઈકોર્ટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 10:25:40

ગુજરાત હાઈકોર્ટે આપ્યો મહત્વનો આદેશ, એલસીમાં ભૂલ સુધારવાની ફરજ સ્કૂલની
શહેરની એક સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીએ ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી રજૂઆત
સ્કૂલ એડમિશન વખતે માતાએ ભૂલથી બીજી જન્મતારીખ લખાવી દીધી હતી

ગુજરાત હાઇકોર્ટે રૂપાણી સરકારને ખખડાવી, કહ્યું, 'આવતા અઠવાડિયે તમે હાથ ઊંચા  કરી દેશો, અમારે એ નથી સાંભળવું' - BBC News ગુજરાતી


શહેરની એક સ્કૂલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ ગુજરાત હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, જે તે સમયે જ્યારે તેના માતા-પિતાએ સ્કૂલમાં એડમિશન લીધુ ત્યારે ભૂલથી બીજી જન્મતારીખ લખાવી હતી. જેથી સુધારો કરવા અરજદારે સ્કૂલમાં જન્મનું પ્રમાણપત્ર, પિતાનું સોગંદનામુ સહિતના પુરાવા રજૂ કર્યા હતા. ત્યારે ગુજરાત હાઈકોર્ટે ઠરાવ્યું કે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં ભૂલ થઈ હોય તો સુધારવાની ફરજ શાળાની છે.


ગુજરાત હાઈકોર્ટમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો એક કેસ પહોંચ્યો હતો. શહેરની એક શાળામાં ભણતી અરજદાર વિદ્યાર્થિની સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જરુરી સુધારો કરી આપવા માટે હાઈકોર્ટમાં પહોંચી હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટે પોતાના આદેશમાં ઠરાવ્યું છે કે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જો શાળાએ કોઈ ભૂલચૂક કરી હોય તો તે સુધારવાની ફરજ શાળાની છે. આ ભૂલ શાળાએ જ સુધારવી પડે. અરજદાર વિદ્યાર્થિનીએ એવી રજૂઆત કરી હતી કે, જ્યારે તેમના માતા-પિતાએ સ્કૂલમાં એડમિશન લીધુ ત્યારે ભૂલથી બીજી જન્મતારીખ લખાવી હતી.


ભૂલથી બીજી જન્મતારીખ લખાવી હતી

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરની એક સ્કૂલમાં ભણતી અરજદાર વિદ્યાર્થિનીએ હાઈકોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, જે તે સમયે જ્યારે તેના માતા-પિતાએ સ્કૂલમાં એડમિશન લીધુ હતુ ત્યારે તેઓએ ભૂલથી બીજી જન્મતારીખ લખાવી હતી. અરજદારની સાચી જન્મતારીખ 21-8-1991 છે અને એના બદલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં 22-8-1991 લખેલું છે. જેથી આ સુધારો કરવા માટે અરજદારે સ્કૂલમાં જન્મનું પ્રમાણપત્ર, પિતાનું સોગંદનામુ સહિતના પુરાવા રજૂ કર્યા હતા.


ભૂલ સુધારવાની ફરજ પણ સ્કૂલની

ત્યારે ગુજરાત હાઈકોર્ટે એવું ઠરાવ્યું હતું કે, આ કેસમાં અરજદાર વિદ્યાર્થિની દ્વારા રજૂ કરવામાં આવેલું જન્મનું પ્રમાણપત્ર એ રાજ્ય સરકાર દ્વારા જારી એક વૈદ્યાનિક પ્રમાણપત્ર છે. પુરાવા માટે ખૂબ જ કિંમતી હોય છે. જન્મના પ્રમાણપત્રમાં જે જન્મતારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય એ જન્મ-મરણ અધિનિયમ હેઠળ વૈદ્યાનિક જોગવાઈ હેઠળ નોંધાયેલ હોય છે. જો ભૂલ થઈ હોય તો તેને સુધારવી પડે.


શાળાએ આ ભૂલ સુધારવી પડે

ખાસ કરીને વિદ્યાર્થિનીએ રજૂ કરેલા જન્મના પ્રમાણપત્રમાં કોઈ વિવાદ નથી. એટલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં થયેલી ભૂલ સુધારવાની ફરજ શાળાની છે અને શાળાએ શાળાએ આ ભૂલ સુધારવી જ પડે. ગુજરાતના આ મહત્વના આદેશ બાદ વિદ્યાર્થિનીએ પણ રાહત મેળવી હતી. મહત્વનું છે કે, ક્યારેક સ્કૂલો દ્વારા આવા પ્રકારની ગંભીર ભૂલ થતી હોય છે. ત્યારે આ ભૂલ સુધારવાની પણ જવાબદારી સ્કૂલની જ રહેતી હોય છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?