રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની થશે ભરતી, સરકારે HMAT સર્ટિફિકેટની મર્યાદા વધારી


  • Published By :
  • Published Date : 2023-05-10 15:35:14

રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યોની ભરતી અંગે અનેક વખત રજુઆતો કરવામાં આવ્યા અંતે આ મામલે સરકારે હવે કાર્યવાહી હાથ ધરી છે. આચાર્યોની ભરતીના પ્રશ્ને ગાંધીનગરમાં આજે આચાર્ય પસંદગી સમિતિની મહત્વની બેઠક મળી રહી છે. જેમાં શાળાઓના આચાર્યોની ભરતી અંગે  મહત્વનો નિર્ણય લેવાઇ શકે છે.


સરકારે HMAT સર્ટિફિકેટની મર્યાદા વધારી


આગામી દિવસોમાં ગુજરાતમાં ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી જાહેર થવાની શક્યતા છે. સરકાર આચાર્યની ખાલી જગ્યાઓ માટે ભરતી કરાશે. અંદાજે 1 હજાર કરતા વધુ આચાર્યની ભરતી જાહેર થવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભરતીની જાહેરાત કરશે. સોમવારે સરકારે HMAT સર્ટિફિકેટની મર્યાદા વધારી દીધી છે. સર્ટીફીકેટની મર્યાદા વધારીને ઓગસ્ટ સુધી કરવામાં આવી છે.


3000થી વધુ આચાર્યોની જગ્યા ખાલી


ગાંધીનગરમાં આજે આચાર્ય પસંદગી સમિતિની બેઠક મળી રહી છે. જેમાં રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભરતી અંગે નિર્ણય લેવાઈ શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલ 3000થી વધુ આચાર્યોની જગ્યા ખાલી છે. આગામી શનિવાર સુધી આચાર્યની ભરતી માટેની જાહેરાત થઈ શકે છે.


અપ્રિલ મહિનામાં થઈ હતી બેઠક


અત્રે ઉલ્લેખનિય છે કે ગત અપ્રિલ મહિનામાં શિક્ષક સંઘની ગાંધીનગરમાં મહત્વની બેઠક મળી હતી. જેમાં શિક્ષણમંત્રી અને અધિકારીઓની હાજરીમાં પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. શિક્ષકો અને આચાર્યોની ભરતી પ્રક્રિયા, ગ્રાન્ટ, બદલી સહિતના મુદ્દે પણ ચર્ચા થઈ હતી. સરકારી અને ગ્રાન્ટેડ શાળાના પડતર પ્રશ્નોના સમાધાન માટે બેઠક માટે પણ ચર્ચા થઈ હતી. તેમજ વર્ગ સંખ્યા, આચાર્ય ભરતી, શિક્ષકોની ઘટ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે ગ્રાન્ટ આપવા અંગે વિચારવિમર્શ કરાયો હતો. આ બેઠકમાં શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરે તમામ પ્રશ્નોના સત્વરે નિકાલની બાહેંધરી આપી હતી.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...