સરકારે ભાંગરો વાટ્યો! એકમ કસોટીનો જવાબ લખવા વિદ્યાર્થીઓને ઉત્તરવહી જ નથી મોકલી


  • Published By :
  • Published Date : 2023-08-20 19:41:02

વિદ્યાર્થીઓની કસોટી કરતું શિક્ષણ વિભાગ પોતે ફેલ થઇ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે, પણ તેમના આ ફેલ થવાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગી રહ્યું છે, ગુજરાત રાજ્યની સરકારી શાળામાં શાળાના ઓરડા, શિક્ષકોની, યુનિફોર્મની કે પાઠ્યપુસ્તકની અછતના સમાચારો બાદ હવે દર અઠવાડિયે લેવાતી એકમ કસોટી નોટબૂકની અછત પડી છે. રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી શાળામા અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું શિક્ષણ સુધરે તેના માટે એકમ કસોટી લેવાનું નક્કી કર્યું છે અને તેના માટેનું ટાઈમ ટેબલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે જો કે, અફસોસની વાત એ છે કે વિદ્યાર્થીઑ એકમ કસોટી આપી શકે તેના માટે જરૂરી બુકલેટ હજુ સુધી સરકાર તરફથી આપવામાં આવેલ નથી. સરકારે દર અઠવાડિયે કસોટી લેવાનો આદેશ તો આપી દીધો પણ વિદ્યાર્થીઓને કસોટીના જવાબ લખવા માટેની નોટબૂક સમયસર આપવાનો આદેશ ક્યારે થશે?


મોટાભાગની શાળાઓને નથી મળી નોટબુક


રાજ્યની તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોમાં એકમ કસોટી લેવાય રહી છે. આ એકમ કસોટી આ વર્ષની ત્રીજી એકમ કસોટી છે. પણ હજુ સુધી એકમ કસોટીના જવાબ લખવા માટેની નોટબુક રાજ્યની મોટાભાગની પ્રાથમિક સ્કૂલોને આપવામાં આવી નથી. હાલ ગુજરાતમાં 97 લાખથી વધારે વિદ્યાર્થીઓ સરકાર સંચાલિત શાળામાં અભ્યાસ લઇ રહ્યા છે. અને સરકારના આદેશ એટલે કે પરિપત્ર મુજબ શિક્ષકો દર શનિવારે કોઈ એક વિષયની કસોટી આપતા હોય છે. નવું શૈક્ષણિક સત્રના પ્રારંભ થયાને બે માસ જેટલો સમય થયો છે. રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતાં બાળકોની એકમ કસોટીનું ટાઈમટેબલ તો વર્ષની શરૂઆતમાં જ તમામ સ્કૂલોને આપી દીધું છે. પણ એકમ કસોટીના ઉત્તરો લખવા માટેની નોટબુક હજુ સુધી ગુજરાતની મોટાભાગની સ્કૂલોને મળેલી નથી. અગાઉ દર શનિવારે માત્ર એક જ વિષયની એકમ કસોટી લેવામાં આવતી હતી, પણ ચાલુ વર્ષથી અમુક અમુક દિવસોએ તો એક જ ધોરણમાં એક જ દિવસે બે વિષયની એકમ કસોટી લેવાનું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે.


રફબુકમાં જવાબ લખે છે વિદ્યાર્થીઓ


એકમ કસોટી માટે જરૂરી બુકલેટ સરકાર તરફથી  સરકારી શાળામાં આપવામાં આવતી હોય છે પણ તે  હજુ સુધી શાળાને મળી નથી. હાલમાં ઓનલાઈન પેપર આપવામાં આવે છે ત્યાર પછી શિક્ષકે તેને બોર્ડ ઉપર લખવાનું અને તેમાંથી જોઈને વિદ્યાર્થીઓને તે એકમ કસોટી લખવાની હોય છે, પરંતુ બુકલેટ ન હોવાથી હાલમાં વિદ્યાર્થીઓને રફબુકમાં કે પછી પિન પેઇજમાં એકમ કસોટી લખવી પડે છે તેને સાચાવવા કેમ તે પ્રશ્ન છે. 



નકશા વગર વિદ્યાર્થીઓ સ્થળો કેવી રીતે બતાવે? 


રાજ્યની મોટા ભાગની શાળાઓમાં નોટબૂક નથી પહોંચી તેવી ફરિયાદ છે, અને એકાએક આ રાવ ઉઠવાનું કારણ આજની કસોટી, ધોરણ 6ના સમાજ વિજ્ઞાનના પેપરમાં એક સવાલ પુછાયો, નકશામાં બતાવેલા સ્થળો દર્શાવો, પણ ત્યારે ફક્ત સવાલ હતો નકશો નહિ, એટલે પોતાની બુકમાંથી પન્ના ફાડી લખતા વિદ્યાર્થીઓ અને શિક્ષક બંને મૂંજાયા અને નોટબૂક જલ્દી મોકલવા સરકારને વિનંતી કરી, આ સાથે વધુ એક વિનંતી કે હવે જો સરકાર નોટબૂક મોકલે તો તેમાંથી આગલી 3 કસોટીઓ ન છપાવે તેનું ધ્યાન રાખવું. કારણ કે તે પરીક્ષા તો તેમણે પોતાની નોટબૂકમાંથી કાગળમાં ફાડીને કસોટી આપી દીધી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?