સ્કૂલ સંચાલકોએ ફીના સ્લેબમાં 5 હજાર રૂપિયાનો સરકાર પાસે વધારો માંગ્યો, વાલી મંડળે કર્યો ઉગ્ર વિરોધ


  • Published By :
  • Published Date : 2023-01-13 19:31:53

ગુજરાતમાં ખાનગી શાળા સંચાલકો અવારનવાર ફી વધારો કરતા રહે છે. શાળા સંચાલકો તોતિંગ ઉઘરાવી વાલીઓ પાસેથી રીતસર લૂંટ ચલાવે છે. હવે ફરી શાળા સંચાલકોએ ફી વધારવા માટે રાજ્ય સરકાર માંગ કરી છે.  જો કે શાળા સંચાલકોની આ માંગનો ગુજરાત વાલી મંડળે જોરદાર વિરોધ કર્યો છે. શાળા સંચાલકોએ તેમની માંગણીને લઈ રાજ્યપાલ ઉપરાંત મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. 


5 હજારના ફી વધારાની માંગ


શાળા સંચાલક મહામંડળે ફિ વધારાને લઈ સીએમ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને લખ્યો છે. જેમાં ફી રેગ્યુલેટરી કમિટીએ નક્કી કરેલા ફીના સ્લેબમાં સ્કૂલના સંચાલકોએ 5000 વધારો માંગ્યો છે. સ્લેબ મુજબની ફી 2017થી લેવાઈ રહી છે ત્યારે આ બેઝિક ફી સ્લેબમાં વધારો કરવાની શાળા સંચાલક મહામંડળે માગ કરી છે.શાળા સંચાલકોએ ફીના વધારવા માટેનું મુખ્ય કારણ મોંઘવારી બતાવ્યું છે. વર્ષ 2017માં ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરવામાં આવી હતી. ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા ખાનગી સ્કૂલોની ફી માટેનો સ્લેબ નક્કી કરવામાં આવ્યો હતો. એટલે 15000, 25,000 અને 30,000 રૂપિયા સુધીનો સ્લેબ નક્કી કરાયો હતો


વાલી મંડળે કર્યો વિરોધ


શાળા સંચાલક મંડળની માગનો વાલી મંડળે એક શૂરમાં વિરોધ કર્યો છે. વાલી મંડળે જણાવ્યું કે, ફીના મુદ્દાને લઈને સુપ્રીમ કોર્ટમાં પીટીશન ચાલી રહી છે, જેનો હજુ સુધી ચુકાદો આવ્યો નથી. જેથી કોઈ નિર્ણય લેવામાં ના આવે. જો સરકાર શાળા સંચાલક મંડળની માગ સ્વીકારે તો કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ ગણાશે. તેમણે જણાવ્યું કે, 25 ટકા ફી માફીનો લાભ પણ ઘણી શાળાઓને હજુ સુધી આપ્યો નથી તેમણે જણાવ્યું કે, આવી શાળાઓ માટે એક કમિટી બનાવીને ફી માફી થવી જોઈએ. વાલી મંડળે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી નિર્ણય લેવો અયોગ્ય છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?