સામાન્ય વર્ગને સીધો લાભ થાય તે માટે અનેક સરકારી યોજનાઓ લોન્ચ કરવામાં આવે છે. ત્યારે આવા હેતુથી શરૂ કરવામાં આવી હતી આયુષ્માન કાર્ડ યોજનામાં ગેરરીતિ થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ખુલાસો ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા કરવામાં આવ્યો છે. એ રિપોર્ટ મુજબ અંદાજીત 7.5 લાખ લાભાર્થીઓના નંબર સરખા હતા અને તે હતા 9999999999. એક જ નંબર પરથી 7.5 લાભાર્થીઓએ કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવ્યું તે એક પ્રશ્ન હતો.. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ હતો કે આયુષ્માન યોજનામાં મૃત વ્યક્તિઓની પણ સારવાર કરવામાં આવી હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. યોજનાનો દુરૂપયોગ કરવામાં આવ્યો છે.
આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરાઈ
ખાનગી હોસ્પિટલોમાં સારવાર કરાવવી અનેક પરિવારના ગજાની વાત નથી હોતી. કારણ કે એક વાર જો તમે ખાનગી હોસ્પિટલમાં સારવાર ગયા તો ત્યાં તમારૂ બિલ એટલું મોટું બને કે પૈસાની વ્યવસ્થા સાધારણ પરિવાર ક્યાંથી કરે તે એક પ્રશ્ન હોય છે. ત્યારે આયુષ્માન ભારત યોજના ભારતના સામાન્ય પરિવારના કરોડો પરિવારો માટે મદદરૂપ થાય અને તે લોકો પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકે તે માટે આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી. આ એવી યોજના હતી જેમાં લોકો ખાનગી હોસ્પિટલમાં પણ મફત સારવાર કરાવી શકે અને તેનો ખર્ચ સરકાર ઉઠાવે. યોજના સારી હતી પરંતુ ઘણી ખામીઓ સામે આવી. લોકો આ યોજનાનો ખોટો લાભ ઉઠાવવા લાગ્યા.
કેગના ડેટાએ કર્યો ઘટસ્ફોટ
આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં લાભાર્થીઓની નોંધણી અને વેરિફિકેશનમાં ભયંકર ગેરરીતિ થઇ રહી છે તેનો ઘટફોટ કેગના રિપોર્ટમાં થયો હતો. એ રિપોર્ટ અનુસાર લગભગ 7.5 લાખ લાભાર્થીઓ એક જ સેલફોન નંબર સાથે લિંક હતા. જેનો નંબર 99999999 હતો. સરળ શબ્દોમાં કહીએ તો આયુષ્માન ભારત યોજનાના લગભગ 7.5 લાખ લાભાર્થીઓ એક જ મોબાઇલ નંબર – 9999999999 સાથે લિંક થયેલા હતા. માત્ર 9ની સિરિઝ નહીં પરંતુ 8ની સિરિઝ એટલે કે 8888888888 મોબાઈલ નંબરથી પણ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું, તે ઉપરાંત 9000000000થી પણ રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યા હતા.
એક જ નંબરથી લાખો લાભાર્થીઓ થયા છે લિંક
સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવેલા આયુષ્માન ભારત-PMJAYની કામગીરી અંગેના તેના ઓડિટ રિપોર્ટમાં CAG એ જણાવ્યું હતું કે આયુષ્માન યોજનાની બેનિફિશિયલ આઇડેન્ટિફિકેશન સિ્સ્ટમમાં કુલ 7,49,820 લાભાર્થીઓ એક જ મોબાઇલ સાથે લિંક થયેલા હતા. 8888888888થી 139300 લાભાર્થીઓ લિંક હતા, જ્યારે 9000000000 નંબર પર 96,046 લાભાર્થી લિંક હતા. રિપોર્ટ અનુસાર આયુષ્માન યોજના હેઠળ અત્યાર સુધીમાં 7.87 કરોડ લાભાર્થી પરિવાર નોંધાયા છે.
યોજનાની આ છે વાસ્તવિક્તા!
બિઝનેસ ટૂડના અહેવાલ મુજબ ઓડિટમાં એ વસ્તુ પણ સામે આવી કે મૃત વ્યક્તિઓની સારવાર પણ કરવામાં આવી હતી.સ્કીમનો લાભ મૃત વ્યક્તિઓને પણ મળતો હતો. ટીએમએસના રિપોર્ટ પ્રમાણે આયુષ્માન ભારત યોજનાનો લાભ 88 હજાર 760 દર્દી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા. પરંતુ આ જ દર્દીઓથી સંબંધિત 2 લાખ 14 હજાર 923 નવા ક્લેમનું ભૂગદાન કરી દેવામાં આવ્યું. 3 હજાર 903 દાવાઓની બદલીમાં હોસ્પિટલોમાં 6 કરોડ 97 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.