સુપ્રીમ કૉર્ટે પૈગંબર મોહમ્મદ વિશે વિવાદાસ્પદ નિવેદન કરવાના મામલામાં ભારતીય જનતા પાર્ટીના દિલ્લી યુનિટના પૂર્વ મીડિયા પ્રમુખ નવીન કુમાર જિંદલ સામે વિવિધ રાજ્યોમાં કરવામાં આવેલી ફરિયાદને દિલ્લીની વિશેષ ટીમને ટ્રાન્સફર કરવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે.
શું હતો સમગ્ર મામલો
દિલ્લીના સિનિયર વકીલે કોર્ટને વિનંતી કરી હતી કે પૈગંબર મોહમ્મદ સાહેબ વિશે વિવાદાસ્પદ ટિપ્પણીના કેસમાં નૂપુર શર્મા અને નવિકા કુમારના મામલામાં કડક કાર્યવાહી કરવામાં આવશે. વકીલે અરજી કરી હતી કે કેસમાં વિશ્વાસ સાથે કામગીરી કરવામાં આવશે પણ વિવિધ રાજ્યોની અરજીને દિલ્લી પોલીસ પાસે ટ્રાન્સફર કરી દેવામાં આવે. વકીલે કોર્ટને જણાવ્યું હતું કે અનેક ફરિયાદો એવી છે કે જેમાં નવીન કુમાર જિંદલને છોડી દેવામાં આવે આથી તમામ અરજીને દિલ્લી કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે.
નવીન કુમાર જિંદલે કરી હતી વિવાદિત ટ્વીટ
ભારતીય જનતા પાર્ટીના એક પ્રવક્તાએ જૂનમાં પૈગંબર વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું જેથી સાર્વજનિક તપાસ કરવાના આદેશ અપાયા હતા.સમગ્ર મામલો ભારત સહિત અન્ય દેશોમાં પણ ચગ્યો હતો અને નિવેદનો વિશે નિંદા કરવામાં આવી હતી. કતાર, કુવૈત અને ઈરાન જેવા દેશોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની નિંદા થઈ હતી. ભારતીય જનતા પાર્ટીએ ટ્વીટ બાદ નવીન કુમાર જિંદાલને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. દેશના વિવિધ વિસ્તારોમાં નવીન કુમાર જિંદાલ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી જે હવે દિલ્લી પોલીસના આઈએફએસઓ