SCએ ઉત્તરાખંડની સ્થાયી મહિલાને 30 ટકા અનામતની રોક હટાવી


  • Published By :
  • Published Date : 2022-11-04 16:15:46

સુપ્રીમ કૉર્ટે ઉત્તરાખંડ રાજ્યમાં સરકારી નોકરીમાં ઉત્તરાખંડની મહિલાઓને મળતા 30 ટકા અનામતને હટાવી દીધું છે. ઉત્તરાખંડ સરકારે ઉત્તરાખંડની સ્થાયી નિવાસી મહિલાઓને 30 ટકા આરક્ષણ આપવાની જાહેરાત કરી હતી. ઉત્તરાખંડ હાઈકોર્ટે આરક્ષણ આપ્યાના નિર્ણયને ફગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અનામત આપવાનો હક માત્ર સંસદને છે રાજ્યને નથી.

શું હતો સમગ્ર મામલો? કેમ સુપ્રીમ કોર્ટે અનામત હટાવી?

ઉત્તરાખંડ હાઈકોર્ટની ડિવિઝન બેંચ પવિત્રા ચૌહાણ, અનન્યા ચૌહાણ અને રાજ્ય બહારથી આવેલા બિનઅનામત વર્ગના અન્ય લોકો દ્વારા કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી. તેમનો મામલો હતો કે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તરાખંડની સ્થાયી નિવાસી મહિલાઓના કટ ઓફ માર્કથી વધારે માર્ક હોવા છતાં તેમને મેઈન્સ પરીક્ષામાં બેસવા માટે મનાહી કરી દેવામાં આવી હતી. આથી તેમણે ઉત્તરાખંડ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. ઉત્તરાખંડ હાઈકોર્ટે 30 ટકા સ્થાયી મહિલાના આરક્ષણ હટાવવા પર રોક લગાવી દીધી હતી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં આજે સમગ્ર મામલે સુનાવણી કરવામાં આવી હતી અને ઉત્તરાખંડની સ્થાયી મહિલાઓની 30 ટકા અનામત પર રોક મૂકી દીધી હતી. 




અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.