ચૂંટણી બોન્ડને લઈ દેશની સર્વોચ્ચ અદાલતે આકરૂં વલણ અપનાવ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની પણ સુપ્રીમ કોર્ટે અનેક વખત ઝાટકણી કાઢી હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને કોર્ટે આદેશ આપ્યો હતો કે ચૂંટણી બોન્ડનો તમામ ડેટા કોર્ટમાં રજૂ કરવામાં આવે અને તે બાદ ECI પોતાની વેબસાઈટ પર આ તમામ આંકડા મૂકે. એસબીઆઈએ ડેટા આપ્યો પરંતુ તેના પરથી સ્પષ્ટતા થતી ના હતી કે કોણે કઈ પાર્ટીને ફંડ આપ્યું છે. SBIએ 21 માર્ચે ચૂંટણી બોન્ડના આલ્ફા ન્યુમેરિક કોડ વિશે માહિતી શેર કરી હતી. આ ડેટા મળ્યા બાદ એ જાણકારી મળી ગઈ કે કઈ પાર્ટીને કોણે કેટલા પૈસા આપ્યા.
એસબીઆઈ દ્વારા આપવામાં આવી તમામ માહિતી
લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યું છે. ચૂંટણી પહેલા ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો સંભળાવ્યો હતો. ચૂંટણી બોન્ડને રદ્દ કરી દીધો હતો અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને આદેશ આપ્યો હતો કે ચૂંટણી બોન્ડની તમામ માહિતી કોર્ટમાં આપવામાં આવે. જે માહિતી એસબીઆઈ દ્વારા ચૂંટણી બોન્ડ અંગેની કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી તેમાં માત્ર એ જ જાણકારી મળી હતી કે કઈ પાર્ટીને કેટલાનું દાન મળ્યું. ઉપરાંત સૌથી વધારે દાન આપવાવાળું કોણ છે. પરંતુ SBIએ 21 માર્ચે ચૂંટણી બોન્ડના આલ્ફા ન્યુમેરિક કોડ વિશે માહિતી શેર કરી હતી.
કોણે કઈ પાર્ટીને આપ્યું કેટલાનું દાન?
ચૂંટણી બોન્ડથી ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે પૈસા મળ્યા હતા. બીજા ક્રમે કોંગ્રેસ નહીં પરંતુ તૃણુમુલ કોંગ્રેસનો નંબર હતો જ્યારે કોંગ્રેસ ત્રીજા ક્રમ પર હતી. ઉપરાંત જે માહિતી પહેલા શેર કરવામાં આવી હતી તેની પરથી એ પણ ખબર પડી કે ફ્યુચર ગેમિંગ અને હોટેલ સર્વિસીસ પીઆર, મેઘા એન્જીનીયરીંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિ., ક્વિક સપ્લાય ચેઈન પ્રાઈવેટ લિમિટેડ, વેદાંત અને ભારતી ગ્રુપ ટોચના દાતાઓ સાબિત થયા છે. ત્યારે ગઈકાલે જે ડેટા શેર કરવામાં આવ્યો છે તેની પરથી ખબર પડી કે કંઈ કંપનીએ, કઈ વ્યક્તિએ કઈ પાર્ટીને કેટલાનું દાન આપ્યું છે ચૂંટણી બોન્ડના માધ્યમથી..
બીજેપીને દાન આપનાર પાંચ મોટા દાતા
વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની તો આ પાર્ટીને 584 કરોડનું દાન Megha Engineering and infra Limitedએ આપ્યું છે, તે પછીના ક્રમે આવે છે Quick Supply Chain Limited જેણે ભાજપને 375 કરોડનું દાન આપ્યું છે. Vedanta Limited તરફથી ભાજપને 230 કરોડનું દાન મળ્યું છે જ્યારે Bharti Airtel Limitedએ ભાજપને 197 કરોડનું દાન આપ્યું છે અને Madanlal Limitedએ 175 કરોડ ભાજપને આપ્યા છે. આ સિવાય અલગ અલગ દાતાઓએ પણ પાર્ટીને દાન કર્યું છે જેની કિંમત 4032 કરોડ થાય છે. આમ ભાજપને 5594 કરોડની આસપાસ દાન મળ્યું હતું ચૂંટણી બોન્ડના માધ્યમથી.
આ કંપનીએ આપ્યું છે ટીએમસીને આટલા કરોડનું દાન
તે સિવાય ટીએમસીની વાત કરીએ જેને ભાજપ બાદ સૌથી વધારે દાન મળ્યું છે તેની... Future Gaming and Hotel Services Pvt Ltdએ 542 કરોડનું દાન આપ્યું છે, Haldia Energy Ltdએ આપ્યું છે 281 કરોડનું દાન જ્યારે 90 કરોડનું દાન Dhariwal Infrastructure Ltd દ્વારા આપવામાં આવ્યું છે. તે ઉપરાંત 46 કરોડ MKJ Enterprises Ltd દ્વારા તો 45 કરોડ Avees Trading and Finance Pvt Ltd ટીએમસીને મળ્યું છે. તે ઉપરાંત 588 કરોડ અન્ય કંપની અથવા તો વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યું છે. 1592 કરોડની આસપાસનું દાન ટીએમસીને મળ્યું છે.
આ પાંચ દાતાઓ છે જેમણે કોંગ્રેસને આપ્યું કરોડોનું દાન!
કોંગ્રેસને પણ ચૂંટણી બોન્ડ દ્વારા 1351 કરોડ જેટલાનું દાન મળ્યું છે. જે દાતાઓની, કંપનીની વાત કરીએ તો Vedanta Ltdએ 125 કરોડનું દાન, Western UP Power Transmission Co Ltdએ 110 કરોડનું દાન આપ્યું છે. જ્યારે MKJ Enterprises Ltdએ 91 કરોડનું દાન આપ્યું છે. ઉપરાંત Yashoda Super Speciality Hospitalએ 64 કરોડનું દાન અને Avees Trading and Finance Pvt Ltdએ 53 કરોડનું દાન કોંગ્રેસ પાર્ટીને મળ્યું છે ચૂંટણી બોન્ડના માધ્યમથી.
બીઆરએસને આ કંપનીએ આપ્યું આટલા કરોડનું દાન
ચોથા ક્રમમાં આવે છે કે.ચંદ્રશેખર રાવની બીઆરએસ પાર્ટી જેને 1214 કરોડ રૂપિયા ચૂંટણી બોન્ડના માધ્યમથી મળ્યા છે. Megha Engineering and infra Limitedએ 195 કરોડ, Yashoda Super Speciality Hospitalએ 94 કરોડ, Chennai Greenwoods Pvt Ltdએ 50 કરોડ, Dr Reddy's Laboratories Ltdએ 32 કરોડ જ્યારે Hetero Drugs Ltdએ 30 કરોડ આ કંપનીને આપ્યા છે.
ચૂંટણી બોન્ડના માધ્યમથી મળ્યા આટલા કરોડનું દાન
નવીન પટનાયકની બીજેડી ઇલેક્ટોરલ બોન્ડ કેજરિય ચંદાવાળી પાર્ટીઓમાં પાંચવે નંબર છે. BJDને બોન્ડના માધ્યમથી 775 કરોડ રૂપિયા મળ્યા છે. Essel Mining and Inds Ltdએ 174 કરોડ,Jindal Steel and Power Ltdએ 100 કરોડ, 70 કરોડ રૂપિયા Utkal Alumina International Ltdએ જ્યારે Rungta sonsp Ltdએ 50 કરોડ આપ્યા છે ઉપરાંત Mssn mohantyએ 45 કરોડનું દાન આપ્યું છે. તે ઉપરાંત 336 કરોડ રૂપિયાનું દાન પણ મળ્યું છે.