સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર પાર્ટી પર અપનાવી રહ્યા છે પ્રેશર ટેક્નિક! રાજીનામું આપ્યા બાદ પ્રતિક્રિયા આપતા કહ્યું ‘જુના કાર્યકર્તાઓની અવગણના ન કરો’


  • Published By :
  • Published Date : 2024-03-19 12:44:11

સવારથી એક વાતની ચર્ચા થઈ રહી છે કે વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષને તેમણે ઈ-મેલ કર્યો છે પદ છોડવા અંગેની વાત કરી છે. મળતી માહિતી અનુસાર વિધાનસભા અધ્યક્ષે તેમના રાજીનામાનો સ્વીકાર નથી કર્યો. રાજીનામું આપ્યા બાદ કેતન ઈનામદારની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે પોતાની વ્યથા ઠાલવી છે. પોતાની વ્યથા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે બે હાથ જોડીને કહું છું કે, જુના કાર્યકર્તાઓની અવગણના ન થાય. પાર્ટીને મોટી કરો પાર્ટીનો વ્યાપ વધારો એનાથી સમ્મત છું.   

રાજીનામું આપ્યા બાદ ધારાસભ્યએ આપી પ્રતિક્રિયા!

આપણી સમક્ષ અનેક એવા ઉદાહરણો છે જેમાં ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. સામાન્ય રીતે જે ધારાસભ્યોએ પદ છોડ્યું છે તે કોંગ્રેસના હતા અથવા તો આમ આદમી પાર્ટીના હતા. પરંતુ આ વખતે ભાજપના ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે જેને કારણે અનેક તર્ક વિતર્ક ઉભા થાય છે. રાજીનામું આપ્યા બાદ કેતન ઈનામદારની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તે પોતાનો બળાપો ઠાલવી રહ્યા હોય તેવું લાગે છે. નિવેદન આપતા તેમણે કહ્યું કે  ‘આ રાજીનામું કોઇ પ્રેશર ટેક્નિક કે એવું કાંઇ નથી. કેટલાય વખતથી મને એવુ હતુ કે, પાર્ટી સર્વોચ્ય છે અને પાર્ટી કહે તે પ્રમાણે અમારે કામ કરવું પડે છે. 


દરેક લોકો સત્તા માટે નથી આવતા - કેતન ઈનામદાર 

વધુમાં તેમણે કહ્યું કે પરંતુ જૂના કાર્યકર્તાઓને ધ્યાનમાં રાખવામાં ક્યાંક કોઇ કચાશ લાગે છે. મેં ઘણીવાર આ અંગે હળવી રીતે રજૂઆત કરી છે, બધાને આ અંગે જણાવ્યુ છે. નેતાઓ સત્તા માટે જ રાજકારણમાં આવતા હોય છે તેવો એક ભ્રમ લોકોમાં થઇ ગયો છે. દરેક લોકો સત્તા માટે નથી આવતા. 2012માં અપક્ષ તરીકે જીત્યો ત્યારથી આજ સુધી હું મારી સાવલી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરું છુ.’ 



‘જુના કાર્યકર્તાઓની અવગણના ન કરો’

કેતન ઈનામદારે કહ્યુ કે, ‘બે હાથ જોડીને કહું છું કે, જુના કાર્યકર્તાઓની અવગણના ન થાય. પાર્ટીને મોટી કરો પાર્ટીનો વ્યાપ વધારો એનાથી સમ્મત છું. પરિવાર હંમેશા મોટો થવો જોઇએ. હું રાજીનામા પછી પણ ભાજપનો કાર્યકર્તા છુ અને લોકસભાની મારી વડોદરા સીટ રંજનબેન ભટ્ટને સૌથી સારામાં સારી લીડ મળે તે માટે હું તત્પર છું પરંતુ આ રાજીનામું મારા અંતર આત્માનો અવાજ છે.  ‘અંતર આત્માના અવાજમાં એવું છે કે, જાહેર જીવનમાં જ્યારથી આવ્યો છું ત્યારથી લોકોને માનસન્માન આપ્યું છે. આખી જીંદગી લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરીશ. પોતાના માન સન્માનના ભોગે કોઇપણ વસ્તુ મને પોતાને વ્યાજબી લાગતી નથી. ' 



ભાજપમાં હજારોની સંખ્યામાં જોડાય છે કાર્યકર્તાઓ!

મહત્વનું છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપમાં ભરતીમેળો જોવા મળી રહ્યો છે. અનેક ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. પ્રતિદિન હજારોની સંખ્યામાં બીજા પક્ષમાંથી કાર્યકરો તેમજ નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. આની પહેલા એક પોસ્ટ સામે આવી હતી જેમાં ભાજપના નેતાનો ગુસ્સો ઠલવાઈ રહ્યો હતો.!   

   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.