સૌરાષ્ટ્ર ભાજપમાં ભડકો: કેશોદ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2022-11-12 14:04:51

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે થોડા દિવસ રહ્યા છે ત્યારે તમામ રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી જીતવા માટે ધમપછાડા કરી રહ્યા છે. ભાજપે 166 ઉમેદવારો જાહેર કર્યા છે. જો કે હજું પણ 16 બેઠકોને લઈ કોકડું ગુંચવાયું છે. ઉમેદવારોની જાહેરાત બાદ સૌરાષ્ટ્ર ભાજપમાં સૌથી વધુ અસંતોષ જોવા મળી રહ્યો છે. ભાજપના સ્થાનિક નેતા અને પૂર્વ ધારાસભ્યો તેમની અવગણના થતા હોવાથી નારાજ છે. કેટલાક ટિકિટવાચ્છુઓના ધારસભ્ય બનવાના સપના પર પાણી ફરી જતા જબરદસ્ત આક્રોશ છે. જેમ કે આજે કેશોદ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ રાજીનામું આપ્યું છે. તેમણે ભાજપના તમામ પદેથી રાજીનામું આપ્યું છે. પાર્ટીમાં થતી સતત અવગણનાનું કારણ આપી તેમણે રાજીનામું આપ્યું છે. કેશોદ બેઠક માટે તેઓ પ્રબળ દાવેદાર હતા તેમ છતાં પસંદગી ન થતાં આ પગલું ભર્યું છે. અરવિંદભાઈ લાડાણી હવે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.


સી.આર.પાટીલને પત્ર લખી આક્રોશ વ્યક્ત કર્યો


અરવિંદભાઈ લાડાણીએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું કે, હું 1983થી ભારતીય જનતા પાર્ટી સાથે વફાદારીપૂર્વક કામ કરું છું. પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે તે નિષ્ઠાપૂર્વક નિભાવી છે. મેં પાર્ટીને મારી મા ગણીને કામ કર્યુ છે, આમાં ક્યાંય પણ મારી ત્રુટી રહી હોય તો હું પાર્ટીની માફી માંગું છું. હાલના સંજોગમોમાં ખૂબ જ દુખ સાથે હું ભારતીય જનતા પાર્ટીના સામાન્ય સભ્યપદેથી તેમજ પ્રદેશ આમંત્રિત કારોબારી સભ્યપદેથી મને મુક્ત કરવા મારી વિનંતી કરું છું.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?