ભારતએ વિવિધ સંસ્કૃતિઓનો દેશ છે અને એમાં પણ જ્યારે બે પ્રદેશની સંસ્કૃતિઓ ભેગી થાયને ત્યારે એનો સંગમ અને એની વાતો તો કંઈક અલગ જ હોય છે. આવો જ એક સંગમ ગુજરાતને આંગણે થવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ ગુજરાતની ધરા પર થવા જઈ રહ્યો છે.
સૌરાષ્ટ્ર તમિલ સંગમનું કરાશે આયોજન
કહેવાય છે કે વર્ષો પહેલાં ઘણાં ગુજરાતીઓ સૌરાષ્ટ્રમાંથી તમિલનાડુમાં આવીને વસ્યાં હતા, જેઓ આજે પણ સૌરાષ્ટ્રી તમલિ તરીકે ઓળખાય છે. અને તેમની જીવનશૈલીમાં થોડી ઘણી સૌરાષ્ટ્રની રીતભાત પણ આજે જોવા મળે છે. જેને ધ્યાનમાં રાખીને એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત સૌરાષ્ટ્ર તમિલ સંગમ યોજવામાં આવી રહ્યું છે.આ સંગમ આગમી 17 એપ્રિલ થી લઈને 30 એપ્રિલ દરમ્યાન સૌરાષ્ટ્ર ખાતે યોજાવાનો છે. જેમાં તમિલનાડુમાં રહેતા ગુજરાતીઓ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવશે અને આ કાર્યક્રમ સોમનાથ તેમજ કેવડિયા સહિત ગુજરાતના ચાર શહેરોમાં યોજવામાં આવશે.
કેન્દ્રીય મંત્રીઓએ લોગો અને વેબસાઈટ કરી લોન્ચ
આ માટે હાલમાં જ કેન્દ્રિય મંત્રી મનુસખ માંડવિયા અને અનુરાગ ઠાકુર સહિત ગુજરાતના મંત્રીઓ પણ તમિલનાડુના પ્રવાસે ગયા હતા અને આ સંગમમાં ભાગ લેવા માટે ત્યાંના ગુજરાતીઓને આમંત્રણ આપ્યું હતું અને આ ઉપરાંત એ કાર્યક્રમનો લોગો અને વેબસાઈટ લોન્ચ કરી હતી.અને વેબસાઈટ લોન્ચ થયા બાદ કુલ 10 હજારથી વધારે લોકોએ આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી મનુસખ માંડવિયાએ કહ્યું હતું કે અન્ના તમે લોકો રસમ લઈને આવજો અમે ગુજરાતમાં થેપલા અને ખાખરા તૈયાર રાખીશું..
વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં કરી આ અંગે વાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વન ઈન્ડિયા, બેસ્ટ ઈન્ડિયા વિઝન અંતર્ગત કાશી તમિલ સંગમ બાદ હવે સૌરાષ્ટ્ર તમિલ સંગમ થવા જઈ રહ્યું છે,ત્યારે આ સંગમનું ઉદ્દઘાટન ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે, તેઓ 17 એપ્રિલે સૌરાષ્ટ્રના સોમનાથ મંદિરે આવશે અને આ કાર્યક્રમનો શુભારંભ કરાવશે. આ મુદ્દે હાલ માંજ પ્રધાનમંત્રીએ પોતાની મન કી બાત કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ વિશે વાત કરી હતી.
Take a look at the beautiful logo of #STSangamam!
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) March 19, 2023
Showcasing the rich art, culture, language, heritage and architecture of Saurashtra & Tamil Nadu. pic.twitter.com/KTTOXY25ro