સૌરાષ્ટ્રના આ 5 તાલુકામાં માવઠાથી પાક નુકસાનીના સર્વેનું 80 ટકા કામ પૂર્ણ, સરકારને રિપોર્ટ સોંપાશે


  • Published By :
  • Published Date : 2023-04-03 19:33:14

સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના પાંચ તાલુકાઓમાં માવઠાંથી પાકના નુકસાનનો સર્વેનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાન વિવિધ પાકોને કમોસમી વરસાદથી નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોને ખેડૂતોનો પાક પલળી જતા તેમને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. આ કારણે રાજકોટ જિલ્લાના 5 તાલુકાઓમાં પાકના નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. 


સરકારને સોંપાશે રિપોર્ટ


કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ફરિયાદો ઉઠી હતી. જેના કારણે  સરકાર દ્વારા નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ખેતીવાડી વિભાગ દ્વારા આ નુકસાનનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો હતો. હાલ 80 ટકા જેટલો સર્વે પૂરો પણ થઈ ગયો છે અને આગામી દિવસોમાં આ રિપોર્ટ રાજ્ય સરકારને સોપવામાં આવશે. રિપોર્ટ મુજબ રાજકોટ જિલ્લામાં 5 તાલુકામાં પાકને નુકસાન થયું છે. 


આ તાલુકામાં સર્વેનું કામ પુરૂ થયું


કૃષિ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લાના 5 તાલુકા જસદણ, ઉપલેટા, રાજકોટ, ગોંડલ અનેકોટડામાં સર્વે માટે જુદી જુદી 28 ટીમ બનાવવામાં આવી હતી. અત્યારે રાજકોટ, ગોંડલ, જસદણ અને કોટડામાં સર્વે પૂરો થઈ ગયો છે, અને ઉપલેટામાં સર્વે ચાલુ છે જે 2 દિવસમાં પૂરો થઈ જશે.


પાંચ તાલુકાના 171 ગામમાં સર્વે


કૃષિ વિભાગના કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે માવઠાથી અસરગ્રસ્ત 827 હેક્ટર વિસ્તારનમાં સર્વે કરવામાં આવ્યો છે. 171 ગામમાં આ સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ખેડૂતોની સંખ્યા અંદાજે 790 છે. અત્યારે ઉપલેટા તાલુકામાં સર્વે ચાલુ છે. સર્વે પુરો થયા  બાદ સંપુર્ણ રિપોર્ટ કલેક્ટરની મંજુરી બાદ સરકારમાં રજુ કરવામાં આવશે.


આ કૃષિ પાકને થયું નુકસાન 


કૃષિ વિભાગના સર્વે મુજબ પાંચ તાલુકામાં માવઠાના કારણે ઘઉં, ચણા, ધાણા અને જીરૂના પાકને સૌથી વધારે નુકસાન થયું છે. વરસાદ પહેલા 95 ટકા ઘઉંની કાપણી થઈ ગઈ હતી.જે પલળી જતા અથવા તો વરસાદના કારણે આ પાકને નુકસાન થયું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?