ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટા ક્રૂડ આયાતકાર અને ખરીદદાર દેશ છે. ઈરાક બાદ ભારત સૌથી વધુ ક્રુડ સાઉદી અરેબિયા પાસેથી ખરીદતું હતું પણ રશિયાએ ક્રૂડ ખરીદીમાં મોટું ડિસ્કાઉન્ટ આપતા ભારતે રશિયા પાસેથી ક્રુડની ખરીદી વધારી હતી. જો કે ત્રણ મહિના બાદ સાઉદીએ ફરીથી રશિયાને પછા઼ડીને તેનું સ્થાન મેળવી લીધું છે.
ભારતે પ્રતિ દિન 863,950 બેરલ ક્રૂડ સાઉદી પાસેથી ખરીદ્યુ છે. રશિયાએ ડિસ્કાઉન્ટ ઘટાડતા અને ભારતને આઈલની નિકાસ ઘટાડતા સાઉદી અરેબિયાએ તેનો બીજો ક્રમ પ્રાપ્ત કરી લીધો છે. ભારતને ઓગસ્ટ મહિનામાં ક્રુડની નિકાસ કરનારા દેશોમાં આફ્રિકાના દેશોનો ફાળો 4.2 ટકા જ્યારે લેટીન અમેરિકાના દેશોનું યોગદાન 7.7 ટકાથી ઘટીને 5.3 ટકા રહી ગયું છે.
ભારતમાં ચોમાસામાં ડિઝલની માગ ઘટી છે. ભારતે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત પાસેથી ક્રૂડની ખરીદી વધારતા તેનો ફાળો 59 ટકા જેટલો થયો છે. ઓગસ્ટમાં ભારતને ક્રૂડની નિકાસ કરનારા દેશોમાં યુએઈનું ચોથું સ્થાન હતું. જ્યારે કુવૈતને પછાડીને કઝાકિસ્તાન પાંચમો સૌથી મોટો ઓઈલ સપ્લાયર દેશ બન્યો હતો.