હજ યાત્રા કરવાનું સપનું દરેક મુસલમાનોનું હોય છે. સાઉદી અરેબિયાના મક્કામાં દર વર્ષે હજ યાત્રા કરવા માટે મોટી સંખ્યામાં મુસલમાનો દેશ વિદેશમાંથી જતા હોય છે. ભારતમાંથી પણ મોટી સંખ્યામાં હજ યાત્રીઓ હજ યાત્રા કરવા માટે ગયા છે. આ વર્ષે હજમાં ગયેલા અનેક લોકો મોતને ભેટ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર અંદાજીત હજાર જેટલા લોકોના મોત હજ યાત્રા દરમિયાન થઈ ગયા છે. એવી માહિતી સામે આવી છે કે ભીષણ ગરમીને કારણે આટલા લોકો મોતને ભેટ્યા છે.
મક્કા જવાની ઈચ્છા દરેક મુસલમાનની હોય છે.
ગરમીનો પારો સતત વધી રહ્યો છે. આપણે ત્યાં તો ભીષણ ગરમીને સહન આપણે કરી રહ્યા છીએ. પરંતુ વિશ્વના અનેક દેશોમાં પણ આ ગરમી જીવલેણ સાબિત થઈ છે. અનેક દેશોમાં તાપમાનનો પારો એટલો બધો વધી ગયો છે કે મોટી સંખ્યામાં લોકો મોતને ભેટે છે. આજે વાત સાઉદી અરેબિયાના મક્કાની વાત કરવી છે જ્યાં મુસ્લિમો હજ કરવા માટે જતા હોય છે. જીવનભર મક્કા જવા માટે લોકો પૈસા ભેગા કરતા હોય છે અને નસીબમાં હોય તો જ મક્કા જવાય તેવું માનવામાં આવે છે..
હજાર જેટલા લોકોના મોત થયા હોવાની આશંકા
સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે કોઈ પણ યાત્રા એટલી સરળ નથી હોતી. આ વખતની હજ યાત્રા હજ યાત્રિકો માટે કઠિન સાબિત થઈ રહી છે. યાત્રીઓએ ભીષણ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વર્ષે હજાર જેટલા લોકોના મોત થઈ ગયા છે આ યાત્રા દરમિયાન તેવી માહિતી સામે આવી છે. એવું પણ લાગી રહ્યું છે કે આ મોતનો આંકડો વધી પણ શકે છે.
અનેક એવા વીડિયો સામે આવ્યા છે જેમાં...
મોત થવા પાછળના અનેક કારણો હોઈ શકે છે જેમણે વ્યવસ્થિત વ્યવસ્થા ના હોવી, પાણીની સુવિધા ના હોવી. મોટી સંખ્યામાં લોકોની હાજરી હોવી વગેરે વગેરે.. સોશિયલ મીડિયા પર અનેક તસવીરો, વીડિયો સામે આવ્યા છે જેમાં લોકો રસ્તા પર બેહોશ અથવા તો મૃત્યુ પામેલા દેખાઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર મક્કામાં હજ દરમિયાન 51.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ભીષણ ગરમી લોકોના મોતનું કારણ બન્યું છે.
ભારતમાંથી પણ અનેક લોકો ગયા છે હજ યાત્રા માટે..
એવી માહિતી પણ સામે આવી છે કે હજ યાત્રા કરવા માટે ભારતમાંથી પણ લોકો ગયા હતા. એવી માહિતી સામે આવી છે કે આ વર્ષે હજ કરવા માટે ગયેલા 98 જેટલા ભારતીયોના મોત થઈ ગયા છે. 1,70,000થી વધારે ભારતીયો હજ માટે સાઉદી અરેબિયા ગયા છે. કયા દેશમાંથી હજ યાત્રા માટે કેટલા યાત્રીઓ આવશે તેની સંખ્યા સાઉડી અરેબિયા દ્વારા નક્કી કરવામાં આવે છે. જે સંખ્યા નક્કી કરવામાં તે પ્રમાણે તે દેશથી હજ માટે યાત્રીકો ત્યાં જાય છે. મહત્વનું છે કે હજ યાત્રા દરમિયાન કેટલા લોકોના મોત થયા છે તેનો આંકડો સામે આવ્યો નથી.