જમ્મુ-કાશ્મિરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘરે CBIની ટીમ પહોંચતા હડકંપ મચી ગયો છે. કથિત વીમા કૌંભાંડની તપાસ માટે આજે શુક્રવારે સત્યપાલ મલિકના પૂર્વ રાજ્યપાલ મલિકના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને પહોંચી છે. સીબીઆઈના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ટીમ તેમના દાવા અંગે તેમનું સ્પષ્ટીકરણ લેવા પહોંચી છે.
7 મહિનામાં આ બીજીવાર પૂછપરછ
સુત્રોના જણાવ્યા પ્રમાણે આજે સવારે 11.45 વાગ્યે દિલ્હી સ્થિત સોમ વિહાર વિસ્તારમાં આવેલા સત્યપાલ મલિકના ઘર પર CBIની ટીમ અચાનક જ પહોંચી હતી અને તેમની પૂછપરછ કરી હતી. CBI અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મલિક હજુ સુધી આરોપી કે શંકાસ્પદ નથી. સાત મહિનામાં આ બીજીવાર છે જ્યારે વિવિધ રાજ્યોના રાજ્યપાલ રહી ચુકેલા મલિક સાથે CBIની ટીમે પૂછપરછ કરી હતી
સમગ્ર મામલો શું છે?
CBIએ એક વર્ષ પહેલા જમ્મુ-કાશ્મિરમાં કિરૂ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અને સરકારી કર્મચારીઓ માટે મેડિકલ ઈન્સ્યુરન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચારને લઈને એક વર્ષ પહેલા બે FIR નોંધાઈ હતી. CBIએ આ કેસની લાંબા સમયથી તપાસ કરી રહી છે. ત્યાંજ આ કેસમાં ત્રણેય આરોપીઓ પર ષડયંત્ર અને સાંઠગાઠથી હોદ્દા અને અન્ય ચીજોનો દુરપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. સીબીઆઈએ આ મામલે રિલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ, ટ્રિનિટી રી-ઈન્સ્યોરન્સ બ્રોકર્સ લિમિટેડ અને લોક સેવકોને આ કેસમાં આરોપી બનાવ્યા છે.