અમદાવાદ SG હાઇવે પર BMW હિટ એન્ડ રન કેસના આરોપી સત્યમ શર્મા આખરે પકડાઈ ગયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના ડુંગરપૂરથી સત્યમ શર્માની અટકાયત કરી છે. સત્યમ શર્માએ બેફામ ડ્રાઇવિંગ કરી 3થી 4 લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં 2 લોકો અમીતભાઈ અને મેઘનાબેનને ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઘટના શું હતી?
અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલ રોડ પર હિટ અન્ડ રનની ઘટના બની હતી. સત્યમ શર્માએ SG હાઇવે પર દંપતીને અડફેટે લઇ ગંભીર ઇજા પહોંચાડી હતી. BMW કારચાલક સત્યમ શર્માએ SG હાઇવે પર જતા 3 થી 4 વ્યક્તિઓને અડફેટે લીધા હતા. જેમાં એક દંપતી BMWની અડફેટે આવતા ગંભીર રીતે ઘાયલ થયું હતું.
પોલીસ તપાસમાં થયો ખુલાસો
અકસ્માત બાદ સત્યમ ઘટના સ્થળેથી દોઢ કિલોમીટર દૂર BMW કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી સત્યમ શર્મા નામના વ્યક્તિની પાસબુક મળી આવી હતી તદઉપરાંત દારૂની બોટલો અને ભાજપનો ખેસ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં BMW કાર તેના પિતા શ્રીક્રિષ્ના શર્માના નામે રજીસ્ટર હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. ધનાઢ્ય પરિવારનો નબીરો સત્યમ શર્મા અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના કુલ ચાર ગુના નોંધાયા હોવાનું પણ સામે આવી રહ્યું છે.