CBIએ જમ્મુ-કશ્મિરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને તેમના દાવાની પૂછપરછના સંબંધમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તેમને જમ્મુ-કશ્મિરના તેમના કાર્યકાળ દરમિયાન બે ફાઈલોને નિપટાવવા માટે રૂ. 300 કરોડની લાંચની ઓફર કરવામાં આવી હતી. સુત્રોએ આ અંગે જાણકારી આપી છે.
CBI wants certain clarifications in connection with case reported by me: Former Jammu and Kashmir governor Satyapal Malik
— Press Trust of India (@PTI_News) April 21, 2023
સત્યપાલ મલિકે શું કહ્યું?
CBI wants certain clarifications in connection with case reported by me: Former Jammu and Kashmir governor Satyapal Malik
— Press Trust of India (@PTI_News) April 21, 2023સત્યપાલ મલિકે ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા કહ્યું કે CBIએ મને સામે રજુ થવા માટે એટલા માટે કહ્યું છે કારણ કે તે કેટલીક વાતો સ્પષ્ટ કરવા માગે છે. તેમણે મૌખિક રીતે મને 27 કે 28 એપ્રીલે મારી અનુકુળકતાએ મારી સુવિધા પ્રમાણે આવવા કહ્યું છે. સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે 23 ઓગસ્ટ 2018 અને 30 ઓક્ટોબર 2019 વચ્ચે જમ્મુ-કશ્મિરના રાજ્યપાલ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ફાઈલોને મંજુરી આપવા માટે તેમને રૂ. 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી.
રામ માધવ પર લગાવ્યો હતો આરોપ
સત્યપાલ મલિકે તાજેતરમાં જ RSS અને ભાજપના નેતા રામ માધવ પર આરોપ લગાવ્યો હતો કે તેમના દ્વારા મલિકને મોટી રકમની લાંચની ઓફર કરવામાં આવી હતી. જો કે રામ માધવે આરોપો ફગાવી દીધા હતા અને તેમણે સત્યપાલ મલિક સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ગત વર્ષે ઓક્ટોબરમાં સીબીઆઈએ આ મામલે સત્યપાલ મલિક સાથે પૂછપરછ કરી હતી.
સત્યપાલ મલિક સામે અગાઉ નોંધાઈ હતી FIR
ગયા વર્ષે એપ્રિલમાં, CBIએ સત્ય પાલ મલિક દ્વારા સરકારી કર્મચારીઓ માટે ગ્રુપ મેડિકલ ઈન્સ્યોરન્સ સ્કીમ અને કિરુ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ સંબંધિત રૂ.2,200 કરોડના સિવિલ વર્કના કોન્ટ્રાક્ટ આપવામાં ભ્રષ્ટાચારના આરોપોના સંબંધમાં બે એફઆઈઆર નોંધવામાં આવી હતી.