ઉત્તરપ્રદેશના હાથરસમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે... ભોલેબાબાના સત્સંગમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર હતા..મળતી માહિતી અનુસાર સત્સંગ દરમિયાન નાસભાગ મચી જેમાં 27 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 100 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. એ પ્રમાણે માહિતી સામે આવી છે તે અનુસાર સત્સંગ કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને તેના સમાપન દરમિયાન નાસભાગ થઈ.. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે...
27 જેટલા લોકોના મોત થયા જ્યારે અનેક લોકો ઘાયલ થયા..
દુર્ઘટના ક્યારે પણ અને કોઈની સાથે પણ સર્જાઈ શકે છે તે વાત આપણે કહેતા હોઈએ છીએ.. ત્યારે ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાથી એક ખુબજ દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. એટલી મોટી દુર્ઘટના સર્જાઈ છે કે 27 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે 100 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. બહાર નીકળવાની કોશિશમાં લોકો એક બીજાને ધક્કા મારવા લાગ્યા અને આ દુર્ઘટના સર્જાઈ... જે લોકો મૃત્યુ પામ્યા છે તેમાં બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.. મૃતકોની સંખ્યા હજી વધી પણ શકે છે તેવું લાગી રહ્યું છે..
રાષ્ટ્રપતિ તેમજ મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
એ પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે સત્સંગ પૂર્ણ થયા બાદ લોકોને બહાર નીકળવાની ઉતાવળ હતી.. મોટી સંખ્યામાં લોકો હાજર હતા, એટલે લોકોએ બહાર નીકળવા માટે ધક્કામુકી થઈ ગઈ.. બહાર નીકળવાની ઉતાવળમાં અફરાતફરી મચી ગઈ.. ધક્કા મુક્કી એ હદે વધી ગઈ કે લોકો નીચે પડી ગયા હતા તેમના પરથી લોકો જવા લાગ્યા! ત્યાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે વિચલીત કરી દે તેવા છે.. આ ઘટના સામે આવતા સ્થાનિક પ્રશાસન ત્યાં પહોંચી ગયું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મુખ્મયંત્રી યોગી આદિત્યનાથ, રાષ્ટ્રપતિ દ્વારા આ ઘટનાને લઈ શોક વ્યક્ત કરવામાં આવ્યો છે.
#UPCM @myogiadityanath ने हाथरस हादसे में मृतकों के परिजनों को ₹2-2 लाख तथा घायलों को ₹50-50 हजार की आर्थिक सहायता देने के निर्देश दिए हैं।
— CM Office, GoUP (@CMOfficeUP) July 2, 2024
उन्होंने एडीजी आगरा, कमिश्नर अलीगढ़ को घटना की 24 घंटे में जांच पूरी करने के निर्देश दिए हैं। https://t.co/TgpSb8e0Xk