સુરત જિલ્લાના સારોલી પોલીસે એક રાજસ્થાની યુવક પાસેથી પોણા બે કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું. આ વ્યક્તિ પાસેથી સારોલી વિસ્તારમાં 1.71 કિલોનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત 1 કરોડ 65 લાખ રૂપિયા થાય છે.
મુંબઈથી પહોંચ્યું હતું ડ્રગ્સ
હજુ તો સારોલી પોલીસ સ્ટેશન શરૂ થયું છે તે પહેલા જ કેસમાં પોલીસે આટલી મોટી કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાનનો અફઝલ સૈયદ નામનો એક વ્યક્તિ મુંબઈથી મેફેડ્રોન નામનું માદક દ્રવ્ય એટલે કે ડ્રગ્સ લઈને સુરત પહોંચ્યો હતો. સારોલી પોલીસને સમગ્ર બાબતની જાણ થતાં આરોપીને દબોચી લીધો હતો અને કરોડોનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું.
અગાઉ સુરત પોલીસે પર્વત પાટિયા વિસ્તારમાંથી કુખ્યાત અલ્લારખા ઉર્ફે લાલા બરફવાલાને 78.2 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.