દેવી નર્મદા અથવા તો નર્મદા નદીની આજે જયંતી છે. નર્મદા જયંતીના દિવસે નર્મદા નદીની વિશેષ પૂજા કરવામાં આવે છે. ત્યારે નર્મદા નદીના કિનારે આવેલા માંગરોળ ગામમાં નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ નિમિત્તે 400 મીટર એટલે કે લગભગ અગિયાર સો ફૂટ લાંબી સાડી નર્મદામૈયાને અર્પણ કરવામાં આવી છે.
સપ્તમીના દિવસે ઉજવાય છે નર્મદા જયંતી
હિન્દુ કેલેન્ડર પ્રમાણે મહા મહિનાની શુક્લપક્ષની સપ્તમીના દિવસે નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવે છે. રામાયણથી લઈને મહાભારતમાં નર્મદા નદીનો ઉલ્લેખ જોવા મળે છે. અમરકંટકમાં આ દિવસે વિશેષ આયોજન કરવામાં આવે છે. નર્મદા નદીને પોષક અને તારણહાર નદી માનવામાં આવે છે.
1100 ફૂટ લાંબી સાડી કરાઈ અર્પણ
ભારતમાં અનેક નદીઓ આવી છે. ગંગા, તાપી સહિત અનેક નદીઓ છે પરંતુ નર્મદા નદી એકમાત્ર એવી નદી છે જેની પરિક્રમા કરવામાં આવે છે. ભારતની એકમાત્ર નદી છે જેની ભક્તો દ્વારા પરિક્રમા કરવામાં આવે છે. ત્યારે નર્મદા જયંતીના દિવસે માંગરોળ ગામ ખાતે નર્મદા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. નર્મદામૈયાને 1100 ફૂટ લાંબી સાડી અર્પણ કરવામાં આવી હતી. નમામિ દેવી નર્મદેના નાદથી ગુંજી ઉઠ્યું હતું.