સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 130.09 મીટરે પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ


  • Published By :
  • Published Date : 2023-07-31 14:40:28

ગુજરાત અને મધ્યપ્રદેશમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે ગુજરાતના સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. આજે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 130 મીટરની સપાટી વટાવી ચુકી છે. જો કે હજુ પણ પાણીની સતત આવક શરૂ છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 130.09 મીટરે પહોંચી છે. સરદાર સરોવરમાં 3220.મિલીયન ક્યુબીક મીટર પાણી સ્ટોરેજ થઈ ચૂક્યું છે. વીજ મથકો સતત ચાલુ રહેતા રોજના એવરેજ 3 થી 4 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં પણ સતત વધારો થતાં નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવી છે.


ડેમ ઓવરફલો થવાની શક્યતા
 

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થતાં આ વર્ષે પણ ડેમ ઓવરફ્લો થાય તેવી શક્યતા છે. ડેમમાં પાણીની આવકના કારણે નર્મદા ડેમની સપાટી 130.09 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની કૂલ સપાટી 138. 68 મીટર છે. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઓવરફ્લો થશે તેવી શક્યતા છે. નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 54,572 ક્યુસેક છે. આ દરમિયાન નર્મદા ડેમમાં છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 16 સે.મી.નો વધારો થયો છે.સરદાર સરોવર ડેમ સંપૂર્ણપણે જળ થી ભરાવવામાં હજુ 8.65 મીટર બાકી છે.


નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ 


સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થતા નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ નર્મદા ડેમમાં હાલમાં ઉપરવાસમાંથી થઇ રહેલી પાણીની આવકની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને ડેમમાંથી નર્મદા નદીમાં પાણીના છોડાઈ રહેલા જથ્થાની સ્થિતિને જોતા આગમચેતીના પગલાંના ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્રને એલર્ટ રહેવા કહ્યું છે. આ ઉપરાંત નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકાના મામલતદાર, જિલ્લા પોલીસ સહિત સંબંધકર્તા તમામ વિભાગોને પૂરતી તૈયારી અને એલર્ટ મેસેજથી સાવચેતીના તમામ પગલાંઓ ભરવા સહિતની માહિતી આપી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?