સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 124.89 મીટરે પહોંચી, ડેમ ઓવરફ્લો થવાની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-07-14 14:41:32

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 124.89 મીટરે પહોંચી છે. મધ્યપ્રદેશ તથા ડેમના કેચમેન્ટ એરિયામાં વરસી રહેલાં મુશળધાર વરસાદના કારણે નર્મદા ડેમની સપાટી એકદમ ઝડપથી વધી રહી છે. બુધવારે પાણીની આવક 1.25 લાખ કયુસેક થઇ જતાં ડેમની સપાટી 124.89 મીટર સુધી પહોંચી ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 0.50 મીટરનો વધારો નોંધાયો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નર્મદા ડેમની જળ સપાટીમાં હજુ પણ  વધારો થવાની શક્યતા છે.


ડેમ ઓવરફ્લો થવાની શક્યતા


મધ્યપ્રદેશમાં વરસાદના કારણે ઓમકારેશ્વર ડેમના વીજ ઉત્પાદન મથકના 3 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યાં હતાં જેના કારણે સરદાર સરોવરમાં પાણીની આવક થઇ રહી હોવાથી ડેમની સપાટીમાં વધારો થઇ રહયો છે. પણ હાલમાં મધ્યપ્રદેશમાં વરસાદનું પ્રમાણ વધી જતાં ઓમકારેશ્વર ડેમના 3ના બદલે પાંચ ટર્બાઇન ચાલુ કરી દેવાયાં છે. આ ઉપરાંત ડેમના કેચમેન્ટ એરિયામાં પણ ધોધમાર વરસાદ થઇ રહયો છે જેનાથી સરદાર સરોવરમાં આવતાં પાણીનો જથ્થો એકદમ વધીને 1.25 લાખ કયુસેક થઇ ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં જ ડેમની સપાટીમાં 0.50 મીટરનો વધારો થયો છે. નર્મદા ડેમની કૂલ સપાટી 138. 68 મીટર છે. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઓવરફ્લો થશે તેવી શક્યતા છે. નર્મદા ડેમમાં હાલ પાણી ની આવક 77,955 ક્યુસેક છે.


પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ


નર્મદા ડેમના રીવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ કરી દેવાયાં છે જયારે કેનાલ હેડ પાવર હાઉસનું એક ટર્બાઇન ચાલુ કરી કેનાલમાં પાણી છોડાઇ રહયું છે. ડેમની સપાટી 124.06 મીટર છે જયારે 1.25 લાખ કયુસેક પાણીની આવક સામે 35,959 કયુસેક પાણીની જાવક છે. પાણીની આવક સામે જાવક ઓછી હોવાથી ડેમની સપાટીમાં ઝડપથી વધારો થઇ રહયો છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. નર્મદા ડેમ ખાતે 121.92 મીટરની સપાટી બાદ 30 દરવાજા લગાવવામાં આવ્યાં છે. દરવાજા સાથે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.