થોડા દિવસોથી ચાલી રહેલો સાળંગપુર ભીંતચિત્રોનો મામલો દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. હનુમાનજીની પ્રતિમા નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રોમાં હનુમાનજીને દાસ બતાવવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ થયા બાદ વિવાદ વકર્યો હતો અને એ હદે વકર્યો કે ત્યાં મોટી સંખ્યામાં પોલીસને તૈનાત કરવાની ફરજ પડી. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં અને પ્રતિમાની આસપાસ બે SRPની ટુકડી, 5 Dy.SP, 10 PI, 8 PSI,275 પોલીસ અને 115 જી.આર.ડી. અને હોમગાર્ડ બે શિફ્ટ મો ગોઠવી દેવામાં આવ્યા છે.
અનેક સંતોએ, ધર્મગૂરૂઓએ આપી પ્રતિક્રિયા
દરેક જગ્યાઓ પર, દરેક ટીવી ચેનલો પર છેલ્લા અનેક દિવસોથી જો કોઈ મુદ્દા વિશે વધારે ચર્ચા થતી હોય તો છે સાળંગપુર ભીંતચિત્રોનો વિવાદ. ભીંતચિત્રોમાં હનુમાનજીને દાસ બતાવવામાં આવ્યા છે. ભીંતચિત્રો સામે આવતા વિવાદ છેડાયો છે અને સાધુ સંતોના નિવદેનો સામે આવી રહ્યા છે. અનેક કથાકારો, લોકસાહિત્યકારો સહિત અનેક સાધુ સંતોની પ્રતિક્રિયા સામે આવી છે. દરેક પ્રતિક્રિયામાં રોષ જોવા મળી રહ્યો છે.
પ્રતિમાની આસપાસ ગોઠવી દેવાયો પોલીસ કાફલો
શનિવારે એક ઘટના સામે આવી હતી જેમાં હર્ષદ ગઢવી નામના વ્યક્તિએ વિવાદીત ભીંતચિત્રો પર કાળો કલર ફેરવી દીધો હતો. તે બાદ થોડા સમયની અંદર જ હર્ષદ ગઢવીને પકડી પાડવામાં આવ્યો હતો. તે બાદ બાઉન્સરો તેમજ પોલીસને તૈનાત કરવામાં આવી હતી. મોટો પોલીસ કાફલો ત્યાં ગોઠવી દેવાયો હતો. મહિલા સુરક્ષાબળોની ટીમને પણ ત્યાં ઉતારી દેવામાં આવી છે. કોઈ વ્યક્તિ પ્રતિમા નજીક ના પહોંચી શકે તે માટે ત્રણ લેયરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે મોટો એક સુરક્ષાકર્મીઓનો કાફલો ત્યાં ઉતારી દેવામાં આવ્યો છે. બે SRPની ટુકડી, 5 Dy.SP, 10 PI, 8 PSI,275 પોલીસ અને 115 જી.આર.ડી. અને હોમગાર્ડ બે શિફ્ટ મો ગોઠવી દેવામાં આવ્યા છે.