અનેક બોલિવુડ સેલિબ્રિટી ભગવાનના દર્શને જતા હોય છે. થોડા સમય પહેલા અક્ષય કુમાર કેદારનાથના શરણે ગયા હતા ત્યારે આજે બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન વહેલી સવારે મહાકાલ મંદિરના દર્શને ગયા હતા. અભિનેત્રીએ ભસ્મ આરતીનો લાભ પણ લીધો હતો અને પૂજા અર્ચન પણ કરી હતી. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો તેમજ તસવીરો વાયરલ થઈ રહ્યા છે. પૂજા કર્યા બાદ અડધો કલાક સુધી ધ્યાનમાં પણ બેઠા હતા.
2 જૂનના રોજ ફિલ્મ થવાની છે રિલીઝ!
સારા અલી ખાન પોતાની આગામી ફિલ્મ જરા હટકે જરા બચકેને લઈ ચર્ચામાં રહેતી હોય છે. પહેલી વખત વિક્કી કૌશલ સાથે સ્ક્રીન શેર કરવાના છે. થોડા દિવસ પહેલા સારા અલી ખાન વિકી કૌશલ સાથે લખનઉ પહોંચ્યા હતા જ્યાં હનુમાનજીના દર્શન કર્યા હતા. ત્યારે આજે ફરી એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે મહાકાલ મંદિરના દર્શને પહોંચી હતી. ભસ્મ આરતીનો લાભ લીધો હતો ઉપરાંત પૂજા પાઠ તેમજ ધ્યાન પણ કર્યું હતું. જે વીડિયો સામે આવ્યો છે તેમાં માથા પર તિલક કરેલા નજરે પડે છે. 2 જૂનના રોજ સારા અલી ખાન અને વિક્કી કૌશલની ફિલ્મ જરા હટકે, જરા બચકે ફિલ્મ રિલીઝ થવાની છે.