જૂનાગઢમાં યોજાયું સંત સંમેલન, સનાતન ધર્મ માટે લડી લેવાનો સાધુ-સંતોએ કર્યો નિર્ધાર


  • Published By :
  • Published Date : 2023-09-21 22:16:45

ગુજરાતમાં સાળંગપુર મંદિર હનુમાનજીના ભીંતચિત્રો હટાવી દેવામાં આવ્યા બાદ પણ સ્વામિનારાયણ અને સનાતન વિવાદ શાંત થવાનો નામ નથી લઈ રહ્યો. આજે જૂનાગઢના ભવનાથ સ્થિત ગૌરક્ષનાથ આશ્રમ ખાતે સાધુ સંતોનું એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સંમેલનમાં ગુજરાતભરમાંથી આવેલા અનેક ખ્યાતનામ સાધુ સંતો  ઉપસ્થિત રહ્યા હતાં. આ સંમેલનમાં સાધુ સંતો દ્વારા 'શ્રી સનાતન ધર્મ સંરક્ષણ મુખ્ય સમિતિ'ની રચના કરવામાં આવી હતી. જેમાં દ્વારકા-શારદાપીઠના શંકરાચાર્ય અધ્યક્ષ બનાવાયા છે. ઉલ્લેખનિય છે કે આજ પ્રકારનું સનાતન ધર્મ સંમેલન થોડા દિવસ પહેલાં સુરેન્દ્રનગરના લીંમડી ખાતે યોજાયું હતું.


200થી વધુ સાધુ-સંતો રહ્યા હાજર


જૂનાગઢના ભવનાથ સ્થિત ગૌરક્ષનાથ આશ્રમમાં યોજાયેલા આ સંમેલનમાં સનાતન ધર્મ માટે આરક્ષણ સમિતિ સહિતની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે. સંત સંમેલનમાં ગુજરાતભરમાંથી 200થી વધુ સાધુ-સંતો તેમજ ખોડલધામનું પ્રતિધિ મંડળ ઉપરાંત લોક કલાકાર માયાભાઈ આહીર સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા. આ વિશાળ સંત સંમેલનમાં સનાતન સરક્ષણ સમિતિની રચના કરવામાં આવી છે. જે ખાસ તો ગુજરાતમા એક સાથે તહેવાર ઉજવાય તે પ્રકારના કામ કરશે. આ ઉપરાંત સનાતન ધર્મને લગતી બાબતો પર નિર્ણયો કરશે. આ સમિતિમાં જગદગુરુ શંકરાચાર્ય દ્વારકાધીશ પીઠને અધ્યક્ષ સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત શેરનાથ બાપુ, મુકતાનંદ બાપુ, ઇન્દ્ર ભારતી બાપુ, કરસન દાસ બાપુ, દિલીપદાસ મહારાજ, પિયુસબાવા,વૈષ્ણવ આચાર્ય સહીત 41 નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં તમામ 13 અખાડા સહિતના પ્રતિનિધિઓનો સમાવેશ કરાયો છે.


સંમેલનમાં શું નિર્ણય લેવામાં આવ્યો?


આ સનાતન ધર્મ સંમેલનમાં આવેલા ચૈતન્યશંભુ મહારાજે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ''ભારતમાં સનાતન ધર્મને ગાળો દેવાની ફેશન ચાલે છે. ગત પાંચ તારીખે લીંમડી ખાતે સંતોની બેઠક મળી હતી. જેમાં વિવિધ સંમતિઓ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હવે સાધુ-સંતોના સૂચનો બાદ સમિતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવશે. શ્રી સનાતન ધર્મ સંરક્ષણ મુખ્ય સમિતિમાં રમેશભાઇ ઓઝા, કનકેશ્વરી માતાજી, ચૈતન્ય શંભુ મહારાજ, ભાગવત ઋષિ, નિજાનંદજી મહારાજ, ડોક્ટર ગૌરાંગ, શરદ વ્યાસ, રામચરણ મહારાજ અને યદુનાથજી મહારાજ સહિત 15 કથાકાર અને સંતોની નિમણૂક કરાઇ છે. જોકે, મોરારિ બાપુની પરવાનગી લઇને તેનું નામ પણ ઉમેરવામાં આવશે. આજના આ સંત સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં જે કાંઈ પણ સનાતન ધર્મ વિરુદ્ધ  લખવામાં આવ્યું છે તેને દૂર કરવા માટેના પ્રયાસોની ચર્ચા પણ કરાઈ હતી. આજના આ સંત સંમેલનમાં હાજર તમામ સાધુ સંતોએ એક સનાતન ધર્મની રક્ષા માટે તમામે હવે આગળ આવવું પડશે તેવો પણ એકસૂરમાં નિર્ધાર વ્યક્ત કર્યો હતો.


કમિટીમાં કુલ 10 નામોની જાહેરાત 


આ સનાતન ધર્મ સંમેલનમાં મીડિયા પ્રવક્તા સમિતિ અને કાયદાકીય સમિતિનું પણ ગઠન કરવામાં આવ્યું હતું. આ કમિટીમાં કુલ 10 નામોની જાહેરાત કરાઇ છે. જેમાં અખિલેશદાસજી મહારાજ (દેવનાથ બાપુ-કચ્છ), જ્યોતિર્નાથ મહારાજ (આશુતોષગિરી મહારાજ-ભીમનાથ), ઋષિભારતી બાપુ, વિજયદાસ બાપુ (ડાકોર), જગદેવદાસ બાપુ, હર્ષદભારતી બાપુ અને રોકડિયા બાપુના નામની કરાઇ જાહેરાત કરાઈ છે. જુનાગઢ-સંત સમિતી દ્રારા કાયદા કમિટીની રચના કરાઇ છે. 8 વ્યક્તિઓની નિમણૂક કરાઇ છે. જેમાં વિજય પટેલ, પૂર્વ સાંસદ, આર.આર, ત્રિપાઠી-નિવૃત જજ, દિલીપ ત્રિવેદી, ડોક્ટર વસંત પટેલ, ડોક્ટર વિજય દેસાણી (પૂર્વ ઉપકુલપતિ), ડોક્ટર કૌશિક ચૌધરી, કમલ રાવલ અને ઓમપ્રકાશ સાંખલાની પસંદગી કરવામાં આવી  છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?