Gandhinagar Gift Cityમાં મળેલી દારૂની છૂટ પર સંતે બનાવી દીધી કવિતા, સંતે જણાવ્યા આ છૂટના ગેરફાયદા, સાંભળો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-26 10:56:17

એક સમય હતો જ્યારે આપણે કહેતા હતા કે ગુજરાતમાં દારૂબંધી છે. ભલે આ કાયદો કાગળ પર હતો પરંતુ હતો ખરો! પરંતુ સરકારે ગાંધીનગરની ગિફ્ટ સીટીને દારૂબંધીના કાયદામાંથી મુક્તિ આપી દીધી. આ અંગેની ચર્ચાઓ છેલ્લા ઘણા દિવસોથી થઈ રહી છે. અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ પણ આ મામલે સામે આવી પરંતુ હવે સંતોની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં સંતે ગિફ્ટ સીટીમાં મળેલી દારૂની છૂટ પર કવિતા બનાવી દીધી. આ કવિતા વાળો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.      

દારૂની છૂટ મળતા સંતોની સામે આવી પ્રતિક્રિયા  

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની આંશિક છૂટ આપવામાં આવી છે. સત્તાપક્ષોએ આ નિર્ણયને આવકાર્યો છે તો વિપક્ષી નેતાઓએ આ નિર્ણયને વખોડ્યો છે. નેતાઓની પ્રતિક્રિયાઓ તમે સાંભળી હશે.  ન માત્ર નેતાઓની પરંતુ લોકોએ સરકારના આ નિર્ણય પર વિવિધ પ્રતિક્રિયા આપી છે. આ બધા વચ્ચે સંતોની પણ પ્રતિક્રિયા સામે આવી છે. આ મુદ્દાને લઈ અમારા સુધી એક વીડિયો પહોંચ્યો જેમાં એક સાધુ આ દારૂ અને ગાંધીનગર પર એક કવિતા ગાઈ રહ્યા છે. એ સાંભળીને સમજાઈ જશે કે જે દારૂની છૂટ આપવામાં આવી છે એના કારણે શું થઈ શકે એના શું ગેરફાયદા શું છે?  



ભારતી બાપુએ પણ આપી પ્રતિક્રિયા 

તે ઉપરાંત મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તે કહી રહ્યા છે કે  ‘મારું અંગત એવું માનવું છે કે આ નિર્ણય અયોગ્ય છે, પરંતુ સરકારે તેમના આર્થિક ફાયદા હેતુથી કર્યું છે તો યોગ્ય છે’ સાથે જ જ્યારે દારૂને દવા સાથે જોડવામાં આવે છે આયુર્વેદની વાત થાય છે એ સવાલ પૂછવામાં આવ્યો તો બાપુ હસવા લાગ્યા.  

આ અંગે તમારૂં શું માનવું છે?

તમે લોકોની પ્રતિક્રિયા પણ સાંભળી છે. સરકારના જવાબો અને વિપક્ષની ચિંતા પણ સાંભળી છે તો તમારું આ મામલે શું કહેવું છે એ અમને કોમેન્ટમાં જણાવો!



આપણે કહીએ છીએ કે કર્મ કોઈને છોડતું નથી.. કરેલા કર્મનો હિસાબ ક્યારેય તો ચૂકવવો પડે છે.. જેટલી ચાદર હોય તેટલા જ પગ લાંબા કરવા જોઈએ.. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે હિસાબ કર્મની રચના

20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.

દોસ્તીનો સંબંધ પણ અનોખો હોય છે... દોસ્તો કોઈ પણ સ્વાર્થ વગર આપણા પર સ્નેહ વરસાવતા હોય છે. દોસ્તો સાથે વીતાવેલા પળો જ્યારે યાદો બનીને આપણને યાદ આવે છે ત્યારે તે આપણને જીવનભર યાદ રહી જાય છે.

ભારતીય જનતા પાર્ટી, પૂર્વ મંત્રી એટલે જવાહર ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ એટલે કિરીટ પટેલ... પત્ર જેમને ઉદ્દેશીને લખાયો છે એ પ્રધાનમંત્રી મોદી છે અને જાહેર પણ કરાયો છે પ્રધાનમંત્રીના જન્મ દિવસે.