જૂનાગઢઃ પરિક્રમા બેઠકમાં હરિગીરી મહારાજ થયા હાવી, કોઈને બોલવા ના દીધા


  • Published By :
  • Published Date : 2022-11-01 15:52:58

જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્યએ લીલી પરિક્રમામાં સુવિધાઓ વિશે પોતાની વાત રજૂ કરી ત્યારે સાધુ સંતોએ તેમનો ઉધડો લીધો હતો અને અન્ય આગેવાનોને અથવા અન્ન ક્ષેત્રોને બોલતા રોકી દીધા.....

આગામી 4 નવેમ્બરે રાત્રે 12 વાગ્યે લીલીપરિક્રમા ચાલુ થાય છે ત્યારે તમામ લોકોને અગવડ ના પડે માટે કલેક્ટર, સાધુ-સંતો અને નેતાઓ વચ્ચે બેઠક બોલાવવામાં આવે છે. આ બેઠકમાં લોકો માટે લીલી પરિક્રમાના 36 કિલોમીટરના રૂટ પર સુવિધાઓ મામલે ચર્ચા કરવામાં આવે છે. આ વર્ષે પણ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં સાધુ સમાજ અને સ્થાનિક ધારાસભ્ય વચ્ચે તુતુ-મેમે થઈ હતી. સ્થાનિક આગેવાન અન્ન ક્ષેત્ર અને બટુક મકવાણાએ પણ બોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સાધુ મહારાજે  કોઈને બોલવાનો મોકો નહોતો આપ્યો. 


ધારાસભ્ય ભીખા જોશી અને હરિગીરી બાપુ વચ્ચે ઉગ્ર બોલાચાલી 

લીલી પરિક્રમાની બેઠક દરમિયાન જ્યારે સ્થાનિક ધારાસભ્ય સુવિધાઓ ના સંદર્ભમાં પોતાની વાત કરી રહ્યા હતા કે કેટલી સુવિધાઓ હોવી જોઈએ અને આ પરિક્રમામાં શું નવી સુવિધાઓ રહેશે જેથી લોકોને તકલીફ ના પડે ત્યારે હરિગીરી મહારાજે ધારાસભ્ય ભીખા જોશીનો ઉધડો લીધો હતો. 


હરિગીરી મહારાજે ધારાસભ્યને શું કહ્યું?

હરિગીરી મહારાજે ધારાસભ્ય ભીખા જોશીને વચ્ચે રોકતા જણાવ્યું હતું કે તમને બધી જગ્યામાં ખોટું જ દેખાય છે. સારી કામગીરી તમને દેખાતી જ નથી. કલેક્ટર અને સાધુ સમાજના લોકો સારી રીતે સંચાલન કરી રહ્યા છે ત્યારે ધારાસભ્ય ભીખા જોશીને કંઈ સારું નથી દેખાતું. બાદમાં હરિગીરી મહારાજે જણાવ્યું હતું કે ભીખાભાઈ જોશી મારા સારા મિત્ર છે. બે ઘડી માટે હોય છે બધું પછી કંઈ હોતું નથી. 


કલેક્ટર રચિત રાજે કહ્યું, "આ ચાર વ્યવસ્થા તમને પસંદ આવશે"

જૂનાગઢના કલેક્ટર રચિત રાજે જણાવ્યું હતું કે હર વર્ષની જેમ આ વર્ષો પણ સંવાદ માટે બેઠક યોજાવમાં આવી હતી જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 13 કમિટીની રચના કરવામાં આવી છે, 10 લાખથી વધુ ભક્તો આવે તેવી શક્યતા છે માટે આ વખતે ખાસ ચાર સેવા આપવામાં આવશે. ગીરનારની લીલી પરિક્રમામાં પહેલીવાર ગાદી ફેસિલિટી, લાકડી આપવામાં આવશે, તમામ જગ્યાઓ પર પાણીની સુવિધા આપવામાં આવશે સાથે દવાઓની પણ સુવિધા આપવામાં આવશે. પરિક્રમા માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવશે. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?