SBI સાથે 350 કરોડની ઠગાઈ, ભાજપના નેતાઓ સાથે કનેક્શન ધરાવતો મહાઠગ સંજય શેરપુરિયા કોણ છે જેની યુપી STFએ કરી ધરપકડ?


  • Published By :
  • Published Date : 2023-04-29 15:01:47

યુપી STFએ લખનઉથી સંજય પ્રકાશ રાય ઉર્ફે સંજય શેરપુરિયા નામના શખ્સની ધરપકડ કરી છે. સંજય શેરપુરિયા પર ઠગાઈનો આરોપ છે, તેણે ભાજપના ટોચના નેતાઓ સાથે સાંઠગાઠ રચીને મોટી ઠગાઈ આચરી છે. આ મહાઠગે બિજેપીના અનેક નેતાઓ સાથે સંબંધો દર્શાવવા માટે ફોટો પડાવ્યો હતો. તેણે SBI સાથે પણ છેંતરપિડી આચરી છે. તેના પર આરોપ છે કે તેણે કંડલા એનર્જી એન્ડ કેમિકલના નામે SBIને રૂ.350 કરોડનો ચુનો લગાવ્યો છે. આ મહાઠગે સંજય ફોર યુથ નામની સંસ્થા ખોલીને કરોડો રૂપિયા ઉઘરાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ઠગ ઉત્તરપ્રદેશના ગાજીપુરનો વતની છે.


ભાજપના નેતાઓ સાથે સંબંધો


સંજય પ્રકાશ રાય (શેરપુરીયા)ની ઉત્તર પ્રદેશ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (UP STF)ની ટીમ દ્વારા પોતાને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓની નજીક બતાવીને લોકો સાથે પૈસાની છેતરપિંડી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. બીજેપી ચીફ જેપી નડ્ડા, આરએસએસ ચીફ મોહન ભાગવત, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને અગ્રણી ન્યૂઝ એન્કરો સાથે સંજય પ્રકાશ રાયની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર વ્યાપકપણે શેર કરેલી છે. હાલ તેની જે ધરપકડ કરવામાં આવી છે અને જે પણ તસવીરો મીડિયા, સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી છે તે બધા જ છે. 


કોણ છે સંજય શેરપુરીયા?


મહાઠગ સંજય પ્રકાશ રાયે તેનું પ્રાથમિક શિક્ષણ આસામમાં લીધું હતું. ત્યારબાદ આર્થિક તંગીને કારણે મેટ્રિક પછી ભણવાનું છોડી દીધું હતું. ત્યારબાદ રોજગારની શોધમાં તે આસામ ગયો, ત્યાંથી મુંબઈ અને પછી ગુજરાતના ગાંધીધામ પહોંચ્યો હતો. સંજયના કહેવા પ્રમાણે ત્યા તેને ચોકીદારની નોકરી કરી અને બાદમાં વેઇટરની નોકરી કરતો હતો, ટ્રક ડ્રાઈવરની નોકરી કરી, ગોડાઉનમાં પણ નોકરી કરી હતી. ત્યારબાદ 1997 માં પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ 1,00,000 લાખ રૂપિયાની રોજગાર લોન મેળવી અને ફૂટપાથ પર એક લાખ રૂપિયા લઈને પેટ્રોકેમિકલ્સનો ધંધો શરૂ કર્યો હતો. ત્યાર બાદ તેણે રિટેલ, ટ્રેડિંગ, ઇમ્પોર્ટ અને મેન્યુફેક્સચરની શરૂઆત કરી હતી.


કઈ રીતે ભાંડો ફુટ્યો? 


સંજય શેરપુરીયાના આ કાંડની જાણકારી કેન્દ્રિય એજન્સીઓને એક ગુપ્ત પત્રથી મળી હતી. પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સંજય શેરપુરીયાએ દિલ્હીની પ્રખ્યાત રાઈડિંગ ક્લબ પર કબજો કરીને રેસકોર્સમાં જ પોતાનું આલીશાન ઘર બનાવી દીધું છે. જ્યાં રહીને તે લોકો સાથે ઠગાઈ આચરતો હતો. પત્રના આધારે યુપી એસટીએફએ સંજય શેરપુરિયા અને તેના સાથી કાશિફની ધરપકડ કરી હતી. તપાસમાં  જાણવા મળ્યું છે કે સંજય શેરપુરીયા દિલ્હી, ગાઝીપુર, અમદાવાદ અને વડોદરામાં અનેક કંપનીઓ અને એનજીઓ સાથે જોડાયેલો હતો. જેમાની કેટલીક કંપનીઓ તો ફેક હતી. ધરપકડ બાદ સંજય શેરપુરીયાની શરૂઆતના મોબાઈલથી ટ્રાન્ઝેક્શનથી સંબંધિત અનેક વોટ્સએપ ચેટ મળી છે. આ અંગે યુપી STFનું લખનઉ અને નોઈડા યુનિટ તપાસ ચલાવી રહ્યું છે. 



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..