જમ્મુ-કાશ્મીરમાં કલમ 356ને નાબુદ કરવામાં આવ્યા બાદ કાશ્મીરી પંડિતોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પુલવામામાં આતંકવાદીઓએ બેંકના સુરક્ષા ગાર્ડની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. સિક્યોરિટી ગાર્ડનું નામ સંજય શર્મા જણાવવામાં આવી રહ્યું છે. આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન આ વિસ્તારમાં ચાલી રહ્યું છે, સુરક્ષા દળોએ હુમલાખોરો દ્વારા પકડવા માટે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
Terrorists fired upon one civilian from minority namely Sanjay Sharma
S/O Kashinath Sharma R/O Achan Pulwama while on way to local market. He was shifted to hospital however, he succumbed to injuries. There was Armed guard in his village. Area cordoned off. Details shall follow.
— Kashmir Zone Police (@KashmirPolice) February 26, 2023
ફરી એકવાર ટાર્ગેટ કિલિંગ
Terrorists fired upon one civilian from minority namely Sanjay Sharma
S/O Kashinath Sharma R/O Achan Pulwama while on way to local market. He was shifted to hospital however, he succumbed to injuries. There was Armed guard in his village. Area cordoned off. Details shall follow.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે અચનના કાશીનાથ શર્માના પુત્ર સંજય શર્મા જ્યારે સ્થાનિક બજારમાં જઈ રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ તેના પર ગોળીબાર કર્યો હતો. ઈજાગ્રસ્ત સંજયને તાત્કાલિક સારવાર માટે નજીકની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જો કે ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. અધિકારીએ જણાવ્યું કે તે વ્યવસાયે બેંક સિક્યોરિટી ગાર્ડ છે.