દિલ્હી સ્થિત નહેરૂ મ્યુઝિયમનું બદલાયું નામ, નામકરણ થતાં સંજય રાઉતે આપી પ્રતિક્રિયા, સાંભળો આ મામલે શું કહ્યું


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-17 14:15:32

કેન્દ્ર સરકાર દ્વારા નવી દિલ્હી સ્થિત નહેરૂ મેમોરિયલ મ્યુઝીયમ અને લાઈબ્રેરીનું નામ બદલી દેવામાં આવ્યું છે. નામકરણ કરાતા હવેથી નહેરૂ મ્યુઝિયમ, વડાપ્રધાન મ્યુઝિયમ અને લાઈબ્રેરીથી ઓળખાશે. નામ બદલવામાં આવતા કોંગ્રેસ દ્વારા આ વાતનો વિરોધ કરવામાં આવ્યો હતો. અનેક નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી જેમાં મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. ત્યારે આ મામલે ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આ લોકો ઈતિહાસને ભૂંસી નાખવા માગે છે.

 


મ્યુઝિમનું નામ બદલાતા સંજય રાઉતે કર્યા ભાજપ પર પ્રહાર! 

અનેક જગ્યાઓના નામ ભાજપની સરકાર દ્વારા બદલવામાં આવ્યા છે. ત્યારે ગુરૂવારે મળેલી બેઠકમાં નહેરૂ મેમોરિયલ મ્યુઝીયમ અને લાઈબ્રેરીનું નામ બદલી વડાપ્રધાન મ્યુઝિયમ અને લાઈબ્રેરી કરવામાં આવ્યું છે. કોંગ્રેસના અનેક નેતાઓએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી ત્યારે શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપી છે. સંજય રાઉતે કહ્યું કે હું સંમત છું કે અન્ય વડાપ્રધાનોને મ્યુઝિયમમાં સ્થાન મળવું જોઈએ. નામ બદલવાની જરૂર નથી. 


કોંગ્રેસના નેતાઓએ આપી હતી પ્રતિક્રિયા!

દેશના પ્રથમ વડાપ્રધાને આ જગ્યા પર અંતિમ શ્વાસ લીધા હતા તેવી માહિતી સામે આવી હતી. ત્યારે આ જગ્યાનું નામ બદલી નખાતા કોંગ્રેસના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિરોધ દર્શાવ્યો છે. સોશિયલ મીડિયા પર તેમણે લખ્યું કે જેમનો કોઈ ઈતિહાસ જ નથી, તે બીજાના ઈતિહાસને ભૂંસવા ચાલ્યા છે. તે સિવાય કોંગ્રેસના નેતા જયરામ રમેશે પણ ભાજપ પર નિશાન સાધ્યું છે. ટ્વીટ કરતા તેમણે લખ્યું કે, સંકુચિતતા અને બદલો લેવાનું બીજું નામ મોદી છે. 59 વર્ષથી વધુ સમયથી, નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી વૈશ્વિક બૌદ્ધિક એક ઐતિહાસિક સ્થળે પુસ્તકો અને રેકોર્ડ્સનો ખજાનો રહ્યો છે. હવેથી તે વડાપ્રધાન મ્યુઝિયમ અને સોસાયટી કહેવાશે. પીએમ મોદી ભારતીય રાષ્ટ્ર-રાજ્યના શિલ્પકારનું નામ અને વારસાને વિકૃત કરવા, બદનામ કરવા અને નષ્ટ કરવા માટે શું- શું નહીં કરે. પોતાની અસલામતીના બોજ હેઠળ દબાયેલો એક નાના કદનો વ્યક્તિ સ્વયં-ઘોષિત વિશ્વ ગુરુ બનીને ફરી રહ્યા છે.    



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..