કર્ણાટકમાં હાર બાદ સંજય રાઉતનો ભાજપને ટોણો, 'મોદી લહેર ખતમ થઈ છે, સરમુખત્યારશાહીને પણ હરાવી શકાય છે'


  • Published By :
  • Published Date : 2023-05-14 14:10:27

શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના નેતા સંજય રાઉતે કર્ણાટક  ચૂંટણીમાં ભાજપના પરાજયને લઈ આકરા પ્રહારો કર્યા છે. તેમણે ટોણો મારતા કહ્યું કે મોદી લહેર સમાપ્ત થઈ ગઈ છે અને હવે તેમની લહેર આવવાની છે. કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની જીત પર સંજય રાઉતે કહ્યું કે બજરંગ બલીએ ભાજપને નહીં પરંતુ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે 2024ની તૈયારીઓને લઈને રવિવારે શરદ પવારના ઘરે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે.


'મોદી લહેર સમાપ્ત'


સંજય રાઉતે કહ્યું કે 'મોદી લહેર ખતમ થઈ ગઈ છે અને હવે દેશમાં અમારી લહેર આવવાની છે. 2024ની લોકસભા ચૂંટણી માટે અમારી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે શરદ પવારની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવવામાં આવી છે, જેમાં 2024ની લોકસભા ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.


સરમુખત્યારશાહીને હરાવી શકાય છે

 

કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની જીત પર રાઉતે કહ્યું કે કર્ણાટકની જનતાએ બતાવી દીધું છે કે સરમુખત્યારશાહીને હરાવી શકાય છે. જો કોંગ્રેસ જીતી છે તો તેનો અર્થ એ છે કે બજરંગ બલી કોંગ્રેસ સાથે છે, ભાજપ સાથે નથી. આપણા ગૃહમંત્રી કહેતા હતા કે જો ભાજપ હારી જશે તો રમખાણો થશે. કર્ણાટકમાં સર્વત્ર શાંતિ અને ખુશીનો માહોલ છે. રમખાણો ક્યાં થઈ રહ્યા છે?



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?