સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવતા તમામ સ્કૂલો અને શિક્ષણ સંસ્થાઓને એક ખાસ સુચના આપી છે. આ સુચના હેઠળ તમામ વિદ્યાર્થિનીઓને ફ્રીમાં સેનિટરી પેડ આપવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટનો આ હુકમ દેશની તે તમામ સ્કૂલો માટે છે જ્યાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે.
સુપ્રીમ કોર્ટમાં થઈ હતી અરજી
સુપ્રીમ કોર્ટમાં જયા ઠાકુરે એક જાહેર હિતની અરજી કરી હતી, જેની સુનાવણી કરતા મુખ્ય ન્યાયમુર્તિ ડીવાય ચંદ્રચૂડ. જસ્ટીસ પીએસ નરસિમ્હા અને જસ્ટીસ જેબી પારડીવાલાની બેંચે આ ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને આદેશ આપતા વિદ્યાર્થિનીઓ માટે પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતા અંગે SOP અને નેશનલ મોડેલ તૈયાર કરવાનું કહ્યું છે.
સરકાર પાસે માંગ્યો સ્ટેટ્સ રિપોર્ટ
સુપ્રીમ કોર્ટે પિરીયડ્સ દરમિયાન સ્વચ્છતાને એક મોટો મુદ્દો ગણાવતા કેન્દ્ર સરકારને આ મુદ્દે રાષ્ટ્રીય નીતિ બનાવવાનું કહ્યું છે. તે માટે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેતી ડેટા મેળવવાનું કહ્યું છે. બેંચએ સરકાર પાસે જુલાઈ અંત સુધીનો સ્ટેટસ રિપોર્ટ પણ માંગ્યો છે.