મણિપુર છેલ્લા એક વર્ષથી ભડકે બળી રહ્યું છે... મણિપુરમાં થતી હિંસાના સમાચાર અનેક વખત સામે આવતા રહે છે.. મણિપુરમાં ભડકેલી હિંસા જલ્દી શાંત થાય તે માટે જે પ્રયાસો થવા જોઈએ તેવા પ્રયાસો કરવામાં નથી આવી રહ્યા તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી..લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કદાચ મણિપુરમાં થયેલી હિંસા મુદ્દો ન હતો તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી .. મણિપુરને લઈ એક શબ્દ પણ નથી ઉચ્ચાર્યો તેવું કહીએ તો પણ તે વધારે નહીં હોય.. મણિપુરને લઈ રાષ્ટ્રીય સ્વયં સેવકના વડા મોહન ભાગવતે નિવેદન આપ્યું છે.. તેમણે કહ્યું કે મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે.
મોહન ભાગવતની સરકારને ટકોર?
રવિવારે નરેન્દ્ર મોદી સહિત 72 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા.. ગઈકાલ સાંજે ખાતાઓની ફાળવણી પણ કરવામાં આવી.. મોદી સરકાર 3.0ની શરૂઆત થઈ ગઈ છે.. અને આ બધા વચ્ચે આરએસએસના વડા મોહન ભાગવતનું નિવેદન સામે આવ્યું છે જેમાં તે જાણે ભાજપની સરકારને ટકોર કરતા હોય તેવું લાગી રહ્યું છે.. અનેક મુદ્દાઓને લઈ તેમણે વાતો કરી હતી અને તેમનું નિવેદન નહીં જાણે સરકારને ટકોર કરવામાં આવી હોય તેવું લાગ્યું.. નાગપુરમાં એક સભાને સંબોધતા મોહન ભાગવતે મણિપુરનો ઉલ્લેખ કર્યો હતો..
મણિપુર શાંતિની રાહ જોઈ રહ્યું છે - મોહન ભાગવત
મણિપુરનો ઉલ્લેખ કરતા મોહન ભાગવતે કહ્યું કે મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે. આ પહેલા તે 10 વર્ષ સુધી શાંત હતો. જૂનું ગન કલ્ચર ખતમ થઈ ગયું હોય એવું લાગતું હતું. અને અચાનક ત્યાં સર્જાયેલી વિખવાદની આગ હજુ પણ સળગી રહી છે. આ તરફ કોણ ધ્યાન આપશે? અગ્રતાના ધોરણે તેનો વિચાર કરવો એ આપણી ફરજ છે. તેમણે કહ્યું કે શક્તિની સાથે શીલ સંપન્ન બનો. શીલ પોતાના ધર્મ અને સંસ્કૃતિથી આવે છે..
વિપક્ષને લઈ તેમણે કહ્યું કે...
તેમણે કહ્યું કે, ચૂંટણીમાં સ્પર્ધા હોય છે કારણ કે બે પાર્ટીઓ હોય છે, પરંતુ જુઠ્ઠાણાનો પ્રચાર કરવા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં દેશ કેવી રીતે ચાલશે? આને કહેવાય વિરોધ…? તેમને વિરોધી ન ગણવા જોઈએ. તે વિપક્ષ છે, પરંતુ તેઓ એક પક્ષને લઈને ચાલી રહ્યા છે, તેમને વિરોધીને બદલે પ્રતિપક્ષ કહેવા જોઈએ.