સમગ્ર વિશ્વમાં ભારતીયો ડંકો વગાડી રહ્યા છે. ભારતીયો વિશ્વ સ્તરે ખૂબ નામના મેળવી રહ્યા છે. ત્યારે વખુ એક ભારતીય મુળની દિકરીએ ભારતનું નામ રોશન કર્યું છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ સંધ્યા દેવનાથનને મેટા ઈન્ડિયા માટે ઉપાધ્યક્ષ તરીકે નિમ્યા છે. સંધ્યા 1 જાન્યુઆરી 2023થી મેટા ઈન્ડિયાના વાઈસ પ્રેસિડન્ટ તરીકે પોતાનો કાર્યભાર સંભાળશે.
સંધ્યા છે Metaમાં Women@APACના સ્પોન્સર
2016થી સંધ્યા ફેસબુક સાથે જોડાયેલી છે. નિયુક્તિ થયા બાદ કંપનીના ગેમીંગ ઈંડસ્ટ્રીનો કારોબારને આગળ લઈ જવામાં ઘણી મહેનત કરી હતી. સંધ્યાએ આંધ્ર યુનિવર્સિટીથી પોતાનું એન્જિનિયરીંગ પૂર્ણ કર્યું હતું અને તે બાદ દિલ્હી યુનિવર્સિટીમાંથી એમબીએની શિક્ષા પ્રાપ્ત કરી હતી. સંધ્યાને ટેક્નોલોજીનો સારો અનુભવ છે. ઉપરાંત તેઓ Metaમાં Women@APACના સ્પોન્સર પણ છે. ગ્લોબલ બોર્ડ ઓફ પેપર ફાઈનાન્સિયલ સર્વિસમાં તેમણે સેવા આપી છે.
ભારતમાં અનેક ફિચર્સ સૌથી પહેલા લોન્ચ કરાયા - મેટાના બિઝનેસ ચીફ ઓફિસર
મેટા ઈન્ડિયા હેટ તરીકે અનેક જીમેદારી નિભાવશે જેમાં બ્રાન્ડસ, એડવર્ટાઈઝર તેમજ બિઝનેસ પાર્ટનર્સ સાથે સંબંધ મજબૂત કરશે. પોતાની કારકિર્દી દરમિયાન સંધ્યાએ અનેક મોટી અને વિદેશી કંપનીઓ સાથે તેમણે કામ કર્યું છે. સંધ્યાની નિયુક્તિ થતા મેટાના ચીફ બિઝનેસ ઓફિસરે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે ભારત ડિજિટલને પ્રોત્સાહન આપવામાં મોખરે છે. મેટાએ ઘણી બધી લેટેસ્ટ ફિચર્સ ભારતમાં સૌ-પ્રથમ લોન્ચ કર્યા છે. જેમાં રીલ્સ અને બિઝનેસ મેસેજીંગનો સમાવેશ થાય છે. Whatsapp પર જીઓ માર્ટ લોન્ચ સૌ પ્રથમ ભારતમાં થયું હતું.