કચ્છના લખપત તાલુકામાં ચાલી રહ્યું છે રેતી ચોરીનું કૌભાંડ, ફરિયાદી હઠુજી સોઢાને મળી મોતની ધમકી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-31 16:08:05

રાજ્યમાં ખનીજ ચોરી ચિંતાનો વિષય બન્યો છે, ખનીજ માફિયાઓ બેફામપણે નદીના પટમાંથી રેતી ચોરી કરે છે. રાજ્યના ખાણ અને ખનીજ વિભાગ પણ આ મામલે નિષ્ક્રિય રહે છે. કચ્છના લખપત તાલુકાના મુધાન ગામ નજીકની મીઠી નદીમાંથી મોટાપાયે રેતી ચોરીનું કૌંભાંડ ચાલી રહ્યું છે. આ રેતી ચોરીમાં મુધાન ગામના સરપંચ અને ખનીજ ચોર સુરતાજી હમીરજી જાડેજાનો સીધો હાથ હોવાનું સામે આવ્યું છે. આ જ ગામના એક જાગૃત નાગરિક સોઢા હઠુજી સવાઈજીએ આ રેતી ચોરીના સંદર્ભમાં અનેક વખત અવાજ ઉઠાવ્યો છે અને રાજ્યના ખાણ અને ખનીજ વિભાગથી લઈને કચ્છના કલેક્ટર સુધ્ધાને લેખિત અને મૌખિક ફરિયાદ કરી છે. સોઢા હઠુજી સવાઈજીએ ખનીજ ચોરીના મામલે મુધાન ગામના સરપંચ સુરતાજી હમીરજી જાડેજા તથા તેમના પાર્ટનર અને કુરિયાણી ગામના સોઢા ચમન સિંહ દ્વારા થતી રેતી ચોરી અંગે અનેક વખત સ્થાનિકથી લઈને ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી છે. જો કે હજુ સુધી આ મામલે તે બંને સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો કે હવે આ બંને ખનીજ માફિયાઓએ સોઢા હઠુજી સવાઈજીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. 



ખનીજ માફિયાઓએ શું ધમકી આપી   


મુધાન ગામના સરપંચ અને ખનીજ ચોર સુરતાજી હમીરજી જાડેજાએ ગામના જાગૃત નાગરિક સોઢા હઠુજી સવાઈજીને જાનથી મારી નાખવાની ધમકી આપતા કહ્યું  કે તને મારીને તારી લાશ પણ ગુમ કરી દેવામાં આવશે. તે ઉપરાંત તેમની ઉપર 50 ટન વજનવાળી ગાડી ચડાવી દેવાની પણ ધમકી આપી હતી.  સરપંચ સુરતાજી હમીરજી જાડેજા તથા તેમના પાર્ટનર અને કુરિયાણી ગામના સોઢા ચમન સિંહ સમાંત સિંહ (નિવૃત LCB અધિકારી) છેલ્લા 3 વર્ષથી મીઠી નદીમાંથી મોટાપાયે રેતી ચોરી કરી રહ્યા છે. આ બંને ખનીજ માફિયાઓ રાતના 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી મીઠી નદીમાંથી ખનીજ ચોરી કરે છે. આ બંને લોકો લગભગ 300થી 350 ડંપર જેટલી રેતીનો જથ્થો ચોરી કરી રહ્યા છે. 

મુધાન  ના સરપંચ જાડેજા  સૂરતાજી હમીરજી

ધમકી અંગે ઉચ્ચ સ્તરે કરી જાણ


મુધાન ગામના  જાગૃત નાગરિક સોઢા હઠુજી સવાઈજીને જાનથી મારી નાખવાની ધમકી મળતા આ સંદર્ભે  તેમણે ઉચ્ચ કક્ષાએ પણ જાણ કરી છે. સોઢા હઠુજી સવાઈજીએ પીએમ ઓફિસ દિલ્હી, સી એમ ઓફિસ ગાંધીનગર, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, દયાપર પોલીસ સ્ટેશન, એલસીબી ઓફિસ કચ્છ ભૂજ, કલેક્ટર ઓફિસ નખત્રાણા, ભૂજ, સહિતના ઉચ્ચ અધિકારીઓને તેમના જીવને ખતરો હોવાની લેખિતમાં જાણ કરી છે. મુધાન ગામના સરપંચ સુરતાજી હમીરજી જાડેજા તથા તેમના પાર્ટનર અને કુરિયાણી ગામના સોઢા ચમન સિંહ સમાંત સિંહ તરફથી સોઢા હઠુજી સવાઈજીને સીધો ખતરો હોવાની જાણ કરી છે તેમ છતાં તંત્રએ હજુ આ દિશામાં કોઈ જ કાર્યવાહી કરી નથી.

અરજદાર હઠુજી એસ સોઢા, ગામ. મુધાન



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?