અમદાવાદીઓ માટે સારા સમાચાર આવ્યા છે, શહેરીજનોને આજે વધુ એક બ્રિજની ગીફ્ટ મળી છે. અમદાવાદ શહેરના રિંગ રોડના સનાથલ સર્કલ પર બનાવવામાં આવેલા ઓવરબ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સનાથલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાયા હતા.
માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા અને ઔડાના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના વર્ચ્યુઅલ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિતિ. https://t.co/3EcvFxb5cz
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 10, 2023
ટ્રાફિકમાંથી રાહત મળશે
માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકા અને ઔડાના વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના વર્ચ્યુઅલ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિતિ. https://t.co/3EcvFxb5cz
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 10, 2023સનાથલ ઓવરબ્રિજના કારણે સૌરાષ્ટ્રમાં જતા અને સૌરાષ્ટ્રથી અમદાવાદ આવતા લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે અને લોકોનો સમય પણ બચશે.સનાથલ જંક્શનની નજીક અમદાવાદ-સરખેજ-મૌરેયા રેલવે લાઇન પરના ફાટક નં. 33 પર પણ ખૂબ ટ્રાફિક રહે છે. ઔડા દ્વારા રિંગરોડ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ-8એના જંક્શન પર ટ્રાફિકનું ભારણ ઘટાડવાના આશયથી આ બ્રિજ પ્રોજેક્ટ હાથ પર લેવાયો હતો. આ ઉપરાંત બોપલ, ગાંધીનગરથી સનાથલ થઈ રિંગ રોડ જતા લોકોને પણ રાહત મળશે. અમદાવાદથી બાવળા, મેટોડા જતા-આવતા લોકોને ટ્રાફિકમાંથી રાહત મળશે. ચાંગોદર GIDC જતા-આવતા લોકોને ટ્રાફિકથી મુક્તિ મળશે. આ બ્રિજના કારણે રિંગ રોડ પર ટ્રાફિકનું ભારણ પણ ઘટશે.
રૂ.96.81 કરોડના ખર્ચે તૈયાર થયો બ્રિજ
સનાથલ ઓવરબ્રિજને રૂ.96.81 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે. ઓવરબ્રિજન નો કોન્ટ્રાક્ટ રચના કન્સ્ટ્રક્શન કંપનીને અપાયો હતો, જેમાં ડેલ્ફ કન્સલ્ટિંગ (ઇન્ડિયા) પ્રા. લિ.ને કન્સલ્ટન્ટ અને કસાડ કન્સલ્ટન્ટને પીએમસી તથા રેલવે વિભાગના પીએમસી તરીકે રાઇટ્સ લિમિટેડને ફરજ સોંપાઈ હતી.