સંયુક્ત કિસાન મોરચાએ સરકારનો પ્રસ્તાવ ફગાવ્યો કહ્યું, 'MSP ગેરંટીથી ઓછું કઈ મંજુર નથી'


  • Published By :
  • Published Date : 2024-02-19 18:28:03

સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્ર સરકારના MSPના પ્રસ્તાવને ફગાવી દીધો છે. કેન્દ્ર સરકારે MSP પર પાંચ વર્ષના કરારનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે મીડિયા રિપોર્ટના આધારે તેમને ખબર પડી છે કે કેન્દ્ર સરકાર A2+FL+50%ના આધારે MSP પર વટહુકમ લાવવાની યોજના બનાવી રહી છે. ખેડૂતોના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે C2+50% થી નીચેની કોઈપણ વસ્તુ સ્વીકારવામાં આવશે નહીં.


કેન્દ્ર સરકારની શું છે દરખાસ્ત?


કેન્દ્ર સરકારના નિવેદન અનુસાર, મકાઈ, કપાસ, તુવેર, મસૂર અને અડદ સહિતના પાંચ પાકની ખરીદી માટે ખેડૂતોને પાંચ વર્ષના કરારની દરખાસ્ત કરવામાં આવી છે. જો કે, કિસાન મોરચાએ સ્પષ્ટતા કરી છે કે તેઓ માત્ર C2+50% ફોર્મ્યુલાના આધારે MSPની ગેરંટી ઇચ્છે છે. કિસાન મોરચાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપે પોતે 2014ની લોકસભા ચૂંટણીમાં પોતાના મેનિફેસ્ટોમાં આ વચન આપ્યું હતું.


સ્વામિનાથન આયોગનું શું છે સુચન


કિસાન મોર્ચાએ કહ્યું હતું કે સ્વામિનાથન આયોગે વર્ષ 2006માં તેના રિપોર્ટમાં કેન્દ્ર સરકારને C2+50% ના આધાર પર MSP (ટેકાના ભાવ) આપવાનું સુચન કર્યું હતું. નિવેદનમાં કહ્યું છે કે આ જ આધાર પર તમામ કૃષિ પાક પર ટેકાના ભાવની ગેરંટી ખેડૂતો ઈચ્છે છે. તેના દ્વારા ખેડૂતો તેમની કૃષિ પેદાશો ફિક્સ ભાવ પર વેચી શકશે અને તેમને નુકસાન ઉઠાવવું પડશે નહીં. મોર્ચાએ કહ્યું છે કે જો મોદી સરકાર બિજેપીએ આપેલા ચૂંટણી વચનોને પુરા કરી શકતી નથી તો પ્રધાન મંત્રી મોદી ઈમાનદારીપૂર્વર જનતાને બતાવે. 


કેન્દ્રીય મંત્રી MSP પર નથી કરતા સ્પષ્ટતા


સંયુક્ત કિસાન મોરચાનું કહેવું છે કે કેન્દ્રીય મંત્રી આ સ્પષ્ટતા કરવા તૈયાર નથી કે તેમના દ્વારા રજુ કરવામા આવેલા MSP પ્રસ્તાવ A2+FL+50% પર આધારીત છે કે C2+50% પર. આ મુદ્દે કોઈ પારદર્શિતા નથી, જ્યારે આ મુદ્દે ચાર વખત ચર્ચા થઈ ચુકી છે. આ દિલ્હીની સરહદે 2020-21ના ઐતિહાસિક કિસાન આંદોલનના દરમિયાન SKM દ્વારા સ્થાપિત લોકતાંત્રિક સંસ્કૃતિની વિરૂધ્ધની બાબત છે.  



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?