ઝારખંડમાં આવેલા અને દેશ અને દુનિયાના જૈન સમુદાયના આસ્થાના પ્રતિક શ્રી સંમેદ શિખરજી પર્વત વિસ્તારને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ જાહેર કરવાના નિર્ણયન સામે જૈન સમાજનો વ્યાપક વિરોધ થતા કેન્દ્ર સરકારે તેનો પાછો ખેંચ્યો છે. ઝારખંડ સરકારના અનુરોધ પર વર્ષ 2019માં કેન્દ્ર સરકારે સમેદ શિખરજીને ઈકો-ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે જાહેર કરવાની જાહેરાત કરી હતી, અને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જો કે પવિત્ર સંમેદ શિખરને બચાવવા માટે જૈન સમાજે દેશ અને વિદેશમાં જોરદાર વિરોધ પ્રદર્શનો કરતા સરકાર અંતે ઝુકી ગઈ ગઈ છે. ઝારખંડમાં શ્રી સમ્મેદ શિખરજી હવે પર્યટન સ્થળ નહીં પણ તીર્થ સ્થળ જ રહેશે.
"GoI led by PM Modi has always respected sentiments of Jain Samaj&recognises Sammed Shikharji Parvat Kshetra as sacred&revered holy place of Jain Samaj. GoI has also directed Jharkhand Govt to strictly enforce ban on sale&consumption of liquor&non-veg," tweets Union min GK Reddy. pic.twitter.com/DZhF3HDlaJ
— ANI (@ANI) January 5, 2023
જૈનોના વિરોધ સામે સરકાર અંતે ઝુકી
"GoI led by PM Modi has always respected sentiments of Jain Samaj&recognises Sammed Shikharji Parvat Kshetra as sacred&revered holy place of Jain Samaj. GoI has also directed Jharkhand Govt to strictly enforce ban on sale&consumption of liquor&non-veg," tweets Union min GK Reddy. pic.twitter.com/DZhF3HDlaJ
— ANI (@ANI) January 5, 2023જૈન સમાજના અગ્રણીઓએ તેમની લાગણી અને માગણી પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહ ખાતાના પ્રધાન અમિત શાહ સમક્ષ રજુ કરી હતી. જૈન અગ્રણીઓએ આજે ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી હતી, અને તેમને રજુઆત કરી હતી. લાંબી ચર્ચા-વિચારણા બાદ જૈન સમાજની તમામ માંગણીઓ માની લેવામાં આવી હતી અને આ રીતે તમામ સમસ્યાઓનું સમાધાન થઈ ગયું છે. હવે સરકારના નિર્દેશને આધારે સંમેદ શિખર તીર્થ સ્થળ જ રહેશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું છે કે પર્યટન, ઈકો-ટૂરિઝમ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમણે એમ પણ જણાવ્યું કે પારસનાથ વિસ્તારમાં દારૂના વેચાણ, મોટેથી ગાવા અને માંસના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યો છે. આ નિર્ણય બાદ જૈન સમાજે ખુશી વ્યક્ત કરી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
શા માટે વિરોધ?
જૈન સમુદાયનો વિરોધ એટલા માટે હતો કે સમેદ શિખરજીને ઈકો-ટૂરિઝમ ડેસ્ટિનેશન જાહેર કરાશે તો તેની તીર્થ ક્ષેત્ર તરીકેની પવિત્રતા જળવાશે નહીં અને તેમાં કોઈ નિર્માણ કાર્ય નહીં થઈ શકે. પર્યટકોને આકર્ષવા માટે ત્યાં હોટેલ, ટ્રેકિંગ દારૂ અને નોનવેજ ફૂડ પર પિરસવામાં આવશે. આ બધા કારણોથી જૈન સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે.
કેન્દ્ર સરકારે નોટિફિકેશન પાછું ખેંચ્યું
કેન્દ્ર સરકારે આજે ત્રણ વર્ષ પહેલાં આપવામાં આવેલા પોતાના આદેશને પાછો ખેંચી લીધો છે. એટલું જ નહીં પણ આ માટે એક કમિટીનું ગઠન કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ સમિતિમાં જૈન સમુદાયના બે સદસ્ય અને એક સ્થાનિક જનજાતિ સમુદાયના સદસ્યનો સમાવેશ કરવામાં આવશે.
સંમેદ શિખરજી વિવાદ શું છે?
ઝારખંડ સરકારના ભલામણથી વર્ષ 2019માં કેન્દ્ર સરકારે સમેદ શિખરજીને ઈકો-ટૂરિઝમ ડેસ્ટિનેશન તરીકે જાહેર કરવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે આ અંગે એક નોટિફિકેશન ફેબ્રુઆરી 2022માં બહાર પાડ્યું અને સંમેદ શિખરજીને પર્યટન સ્થળ જાહેર કરવામાં આવ્યું. આ દરમિયાન પર્યટન સ્થળની આસપાસ હોટેલ, ટ્રેકિંગ અને નોનવેજ ફૂડ, દારૂ અને માંસની દુકાનો ખોલવાની મંજૂરી પણ આપવામાં આવી હતી, ત્યારબાદ સમગ્ર વિવાદ શરૂ થયો હતો અને જૈન સમુદાયે આંદોલન શરૂ કર્યું હતું.