દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌંભાંડમાં EDએ દારૂના વેપારી સમીર મહેન્દ્રુની ધરપકડ કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 11:47:48

દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં ભ્રષ્ટાચારના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરતા દેશના સૌથી પ્રખ્યાત દારૂના વેપારી સમીર મહેન્દ્રુની ધરપકડ કરી છે. આ પહેલા ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની ઓન્લી મચ લાઉડરના પૂર્વ સીઈઓ અને થોડા વર્ષો સુધી AAPના સંચાર પ્રભારી રહી ચુકેલા વિજય નાયરની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 


EDના રડાર પર હતા સમીર મહેન્દ્રુ


EDએ આબકારી નીતિમાં ભ્રષ્ટાચાર સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં સમીર મહેન્દ્રુની ધરપકડ પહેલા કેન્દ્રીય તપાસ એજન્સીએ સમીર મહેન્દ્રુની અનેક રાઉન્ડ સુધી પૂછપરછ કરી હતી. નવી આબકારી નીતિ અંગે તેમને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સંપૂર્ણ ખાતરી થયા બાદ EDએ સમીર મહેન્દ્રુની ધરપકડ કરી હતી. પ્રખ્યાત દારૂના વેપારીની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમીર મહેન્દ્રુને બુધવારે જ કોર્ટમાં રજૂ કરી શકે છે.


દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌંભાંડ શું છે?


દિલ્હી સરકારની જૂની દારૂની નીતિની તુલનામાં આબકારી મંત્રી મનીષ સિસોદિયા વર્ષ 2021-22માં નવી નીતિ લાવ્યા હતા. તપાસ એજન્સીએ તેમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે. તપાસ એજન્સીનો દાવો છે કે, નવી નીતિએ દારૂ વેચનારાઓના છૂટક માર્જિનમાં 989%નો વધારો કર્યો છે.અત્રે ઉલ્લેખનિય છે કે, દિલ્હી સરકારની નવી એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડ કેસમાં સીબીઆઈ પણ કાર્યવાહી કરી રહી છે. આ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પણ આ કેસમાં સક્રિય થયું અને મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો. 



અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.