સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે 11 મેના રોજ સુનાવણી પૂર્ણ કરી અને સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાની અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. તેના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે ગે લગ્નને કાનૂની માન્યતા આપી શકાય કે નહીં. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ જટિલ કેસની દસ દિવસ સુધી સુનાવણી કરી હતી. 8 ઓગસ્ટના રોજ ચીફ જસ્ટિસે સંકેત આપ્યો હતો કે બેન્ચ આ અંગે પોતાનો ચુકાદો લખવાની પ્રક્રિયામાં છે. બંધારણીય બેંચમાં મુખ્ય ન્યાયાધીશની સાથે જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ, જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ પીએસ નરસિમ્હાનો સમાવેશ થાય છે. જસ્ટિસ ભટ્ટ 20 ઓક્ટોબરે નિવૃત્ત થઈ રહ્યા છે. આ મામલે કેન્દ્ર સરકાર શરૂઆતથી અંત સુધી ગે લગ્નને કાનૂની માન્યતાની માંગનો વિરોધ કરી રહી છે.
Same-sex: SC to deliver judgement on plea seeking marriage equality rights for LGBTQIA+ community tomorrow
Read @ANI Story | https://t.co/yxgZqtkOb6#SameSexMarriage #SC #LGBTQIA pic.twitter.com/y6WjSUW7E1
— ANI Digital (@ani_digital) October 16, 2023
સરકારે સુપ્રીમમાં કર્યો છે વિરોધ
Same-sex: SC to deliver judgement on plea seeking marriage equality rights for LGBTQIA+ community tomorrow
Read @ANI Story | https://t.co/yxgZqtkOb6#SameSexMarriage #SC #LGBTQIA pic.twitter.com/y6WjSUW7E1
કેન્દ્ર સરકારે કહ્યું સુપ્રીમમાં તેનો જવાબ રજુ કરતા કહ્યું હતું કે આ માત્ર દેશની સાંસ્કૃતિક અને નૈતિક પરંપરાની વિરુદ્ધ નથી, પરંતુ તેને માન્યતા આપતા પહેલા 28 કાયદાની 160 જોગવાઈઓમાં ફેરફાર કરીને પર્સનલ લોમાં પણ ફેરફાર કરવો પડશે. સુનાવણી દરમિયાન બેન્ચે એક વખત તો એમ પણ કહ્યું હતું કે કાયદાકીય માન્યતા વિના સરકાર આ લોકોને રાહત આપવા માટે શું કરી શકે? એટલે કે બેંક ખાતા, વારસો, વીમો, બાળક દત્તક વગેરે માટે સરકાર સંસદમાં શું કરી શકે? સરકારે એમ પણ કહ્યું હતું કે તે કેબિનેટ સચિવની દેખરેખ હેઠળ નિષ્ણાતોની સમિતિ બનાવીને સમલૈંગિકોની સમસ્યાઓ પર વિચાર કરવા તૈયાર છે.
શું છે સમગ્ર મામલો?
દિલ્હી હાઈકોર્ટ સહિત દેશની વિવિધ અદાલતોમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવાની માંગ કરતી અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ અરજીઓમાં સમલૈંગિક લગ્નને માન્યતા આપવા માટે સૂચના જારી કરવાની માંગ કરવામાં આવી હતી. ગયા વર્ષે 14 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટમાં પેન્ડિંગ બે અરજીઓને ટ્રાન્સફર કરવાની માંગ પર કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો. આ પહેલા 25 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે પણ બે અલગ-અલગ ગે યુગલોની અરજી પર કેન્દ્રને નોટિસ પાઠવી હતી. આ યુગલોએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ તેમના લગ્નની નોંધણી કરાવવા માટે અધિકારીઓની પરવાનગી માંગી હતી. આ વર્ષે 6 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે આ તમામ અરજીઓને જોડીને તેને પોતાની પાસે ટ્રાન્સફર કરી હતી.